નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. પરંતુ કોવિડ-19થી થનારા મોતના આંકડામાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક લાખ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 2427 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ રવિવારે જાહેર થયેલા આંકડા મુજબ 24 કલાકમાં કોરોનાના 1.14 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 2677 કોરોના દર્દીઓના મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા એક લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,00,636 દર્દીઓ નોંધાયા છે. આ  સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2,89,09,975 પર પહોંચી છે. એક દિવસમાં 1,74,399 દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 2,71,59,180 થઈ છે. જો કે હજુ પણ 14,01,609 દર્દીઓ સારવાર હેઠળ છે. 24 કલાકમાં 2427 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 3,49,186 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 23,27,86,482 ડોઝ અપાયા છે. 


Research માં વૈજ્ઞાનિકોનો દાવો: કોરોનાની આ રસી બનાવે છે વધુ એન્ટીબોડી


Corona: કોરોના બાદ 16 કલાકના માસૂમને થઈ એવી બીમારી, ડોક્ટરો પણ ચોંકી ગયા, ભારતમાં દુનિયાનો પહેલો કેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube