Coronavirus Cases Today: દેશમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 10,273 કેસ, 243 મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 10 હજાર 273 કેસ સામે આવ્યા છે અને 243 લોકોના મૃત્યુ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 10 હજાર 273 કેસ સામે આવ્યા છે અને 243 લોકોના મૃત્યુ થયા છે. શનિવારે 11 હજાર 499 કેસ સામે આવ્યા હતા. એટલે કે કાલના મુકાબલે આજે કેસમાં ઘટાડો થયો છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે.
એક્ટિવ કેસ ઘટીને 1 લાખ 11 હજાર 472 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1 લાખ 11 હજાર 472 થઈ ગઈ છે. તો આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને 5 લાખ 13 હજાર 724 થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી 4 કરોડ 22 લાખ 90 હજાર 921 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે.
થઈ ગઈ ભવિષ્યવાણી, ભારતમાં આ મહિને આવશે કોરોનાની ચોથી લહેર, જાણો વિગત
દેશમાં 177 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાદી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ રસીના આશરે 177 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 24 લાખ 5 હજાર 49 ડોઝ આપવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધી વેક્સીનના 177 કરોડ 44 લાખ 8 હજાર 129 ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના અન્ય બીમારીથી ગ્રસ્ત લોકોને 1.99 કરોડથી વધુ (1,99,77,476) પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના રસીકરણની શરૂઆત 16 જાન્યુઆરી, 2021થી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube