Corona Cases: કોરોનાના નવા કેસમાં 45% નો વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ
COVID-19 Update: કોરોનાના નવા કેસમાં 45 ટકાનો વધારો થયો છે. રવિવારે દેશમાં કોવિડના 11739 કેસ સામે આવ્યા હતા.
નવી દિલ્હીઃ Covid-19 Cases in India: દેશમાં ફરી કોરોના મહામારીનો પ્રકોપ વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 17073 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે 21 લોકોના મોત થયા છે. આ પહેલા રવિવારે દેશમાં કોવિડ-19ના 11739 નવા કેસ સામે આવ્યા હતા.
સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 17073 નવા કેસ સામે આવ્યા છે. જે રવિવારની તુલનામાં 45.4 ટકા વધુ છે. દેશમાં કુલ 4,34,07,046 કોરોના કેસ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,53,940 લોકોનાની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.
માત્ર મહારાષ્ટ્રમાં જ 38.03 ટકા નવા દર્દી
જે પાંચ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે, તેમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. અહીં 6493 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કેરલમાં 3378, દિલ્હીમાં 1891, તમિલનાડુમાં 1472 અને ઉત્તર પ્રદેશમાં 572 કેસ સામે આવ્યા છે. નવા કેસમાં 80.87 ટકા આ પાંચ રાજ્યોમાં સામે આવ્યા છે. માત્ર મહારાષ્ટ્રમાં 38.03 ટકા નવા દર્દી મળ્યા છે.
આ પણ વાંચોઃ Maharashtra: કેન્દ્રની ડફલી પર નાચી રહ્યાં છે બળવાખોર ધારાસભ્યો, રાજકીય સંકટ પર 'સામના'માં ભાજપ પર હુમલો
દેશનો રિકવરી રેટ હવે 98.57 ટકા
કોરોનાને લીધે છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત થયા છે. ત્યારબાદ મૃત્યુઆંક વધીને 525020 થઈ ગયો છે. પરંતુ રાહતની વાત છે કે દેશમાં રિકવરી રેટ હવે 98.57 ટકા થઈ ગયો છે.
દેશમાં કુલ 94,420 એક્ટિવ કેસ
છેલ્લા 24 કલાકમાં 15208 દર્દી સાજા થયા છે. જેથી દેશમાં સાજા થનારાની કુલ સંખ્યા વધીને 4,27,87,606 થઈ ગઈ છે. દેશમાં કુલ 94420 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 1844 કેસ વધ્યા છે. આ સિવાય દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,49,646 લોકોનું રસીકરણ થયું છે. જેથી દેશમાં કુલ રસીકરણ કવરેજ 1,97,11,91,329 થઈ ગયું છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube