નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. કોવિડ-19ના નવા કેસમાં 12.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.79 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. ફક્ત 13 દિવસમાં કોવિડના દૈનિક કેસ 28 ગણા થઈ ગયા છે. 28 ડિસેમ્બરે 6,358 નવા કેસ નોંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા કેસમાં 12.5 ટકાનો વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસના નવા 1,79,723 કેસ નોધાયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે 35,707,727 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ દેશમાં 7,23,619 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 13.29% થયો છે. 


કોરોનાને માત આપનારાની સંખ્યા 34,500,172 થઈ છે. એક દિવસમાં 46,569 લોકો કોરોનાથી રિકવર થયા છે. કોરાનાથી છેલ્લા 24 કલાકમાં 146 લોકોએ જીવ ગુમાવ્યા. અત્યાર સુધીમાં 483,936 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 4,033 થયા છે. 


અહીં ચાલતો હતો પત્નીઓની અદલા બદલીનો ગંદો ખેલ, પોલીસ તપાસમાં શરમજનક વાતો બહાર આવી


ચૂંટણી ડ્યૂટીમાં લાગેલા તમામ કર્મીઓ પણ ફ્રન્ટલાઈન વર્કર્સ
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, અને ગોવામાં ચૂંટણી ડ્યૂટી પર તૈનાત કર્મીઓને પણ ફ્રન્ટલાઈન વર્કર્સ ગણવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે પ્રીકોશન ડોઝ માટે એક કરોડથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને એસએમએસ મોકલીને યાદ કરાવવામાં આવ્યું છે. 


લગભગ 5 કરોડ લોકોને અપાશે પ્રીકોશન ડોઝ
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે એક અંદાજા મુજબ 1.05 કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ, 1.9 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના અન્ય ગંભીર બીમારીઓથી પીડિત 2.75 કરોડ લોકોને કાર્યક્રમ મુજબ પ્રીકોશન ડોઝ આપવામાં આવશે. 


રજિસ્ટ્રેશન વગર પણ લઈ શકશો રસી
પ્રીકોશન ડોઝ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ માટે નવું રજિસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂર નથી. સીધી એપોઈન્ટમેન્ટ લઈ શકાય છે. એટલું જ રસીકરણ કેન્દ્ર ઉપર જઈને પણ રસી લઈ શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube