અહીં ચાલતો હતો પત્નીઓની અદલા બદલીનો ગંદો ખેલ, પોલીસ તપાસમાં શરમજનક વાતો બહાર આવી

સાત લોકોની પત્નીઓની કથિત અદલાબદલી મામલે રવિવારે ધરપકડ કરવામાં આવી છે. 

અહીં ચાલતો હતો પત્નીઓની અદલા બદલીનો ગંદો ખેલ, પોલીસ તપાસમાં શરમજનક વાતો બહાર આવી

તિરુવનંતપુરમ: કેરળમાં આવેલા કોટ્ટાયમ પાસે કારુકાચલમાં સાત લોકોની પત્નીઓની કથિત અદલાબદલી મામલે રવિવારે ધરપકડ કરવામાં આવી છે. 

મહિલાઓની ફરિયાદથી થયો ખુલાસો
પોલીસે જણાવ્યું કે આ મામલે સાત લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં એ વ્યક્તિ પણ સામેલ છે જેની પત્નીએ ફરિયાદ કરી  હતી કે તેને તેનો પતિ અપ્રાકૃતિક યૌન સંબંધ માટે જબરદસ્તી કરી રહ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ મહિલાની ફરિયાદની તપાસ દરમિયાન આ ગેંગનો પર્દાફાશ થયો. 

બીજા સાથી સંબંધ માટે કરાતી મજબૂર
ફરિયાદ મુજબ ફરિયાદકર્તાને અન્ય પુરુષો સાથે અપ્રાકૃતિક સંબંધ માટે જબરદસ્તી કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તપાસ દરમિયાન ખબર પડી કે આ મહિલાને તેના પતિએ અન્ય સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરી હતી. તપાસ દ્વારા પોલીસ આ ગેંગ સુધી પહોંચી. 

ગેંગમાં હજારો સભ્ય સામેલ
પોલીસે જણાવ્યું કે આ ગેંગ ટેલિગ્રામ અને મેસેન્જર એપથી એકબીજાનો સંપર્ક કરતા હતા. આરોપીઓને કોટ્ટાયમ, અલપ્પુઝા અને એર્નાકુલમથી ધરપકડ કરાઈ. પોલીસનું કહેવું છે કે આ ચેટ ગ્રુપના હજારો સભ્ય છે. આથી તેની વિસ્તૃત  તપાસ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news