Corona: કોરોના પર મળ્યા મોટા ખુશખબર! દેશમાં હવે ફક્ત આટલા જ એક્ટિવ કેસ, જાણો લેટેસ્ટ અપડેટ
દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલે છે જે હેઠળ અત્યાર સુધીમાં કુલ 90,51,75,348 રસીના ડોઝ અપાયા છે.
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના નવા 22 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે હવે દેશમાં એક્ટિવ કેસનો આંકડો પણ ઘટવા લાગ્યો છે. જે સારા સમચાર કહી શકાય. એક દિવસમાં કોરોનાથી 244 લોકોએ જીવ ગુમાવ્યા છે.
નવા 22 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં કોરોના વાયરસના નવા 22,842 દર્દીઓ નોંધાયા છે. એક દિવસમાં 25,930 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 3,30,94,529 થઈ ગઈ છે.
મળ્યા આ સારા સમાચાર
કોરોના પર સારા સમાચાર એ છે કે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટવા લાગી છે. હવે દેશમાં 2,70,557 દર્દીઓ જ સારવાર હેઠળ છે. આ આંકડો 199 દિવસનો સૌથી ઓછો આંકડો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube