નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરમાં મોતના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી થયેલા મોતના આંકડાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે નવા કેસમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.63 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 4300થી વધુ મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.63 લાખથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona) ના નવા 2,63,533 દર્દીઓ નોંધાયા છે.  આ સાથે કુલ કેસનો આંકડો 2,52,28,996 પર પહોંચી ગયો છે. જો કે એક જ દિવસમાં 4,22,436 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,15,96,512  થઈ છે. હાલ 33,53,765 દર્દીઓ સારવાર હેઠળ છે. ચિંતાજનક વાત એ છે કે દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4329 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો  2,78,719 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 18,44,53,149 લોકોને રસી અપાઈ છે. 


વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ મંદિરના કપાટ ખુલ્યા, જુઓ PHOTOS


મહારાષ્ટ્રમાં નવા કેસની સાથે મોતના આંકડામાં પણ ઘટાડો
કોરોના વાયરસની બીજી લહેરથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં નવા કેસની સાથે સાથે મોતના આંકડામાં પણ ભારે ઘટાડો થયો છે. રાજ્યમાં સોમવારે 26616 નવા કેસ નોંધાયા. જ્યારે 516 લોકોના એક દિવસમાં કોરોનાથી મોત થયા. આ અગાઉ રવિવારે 24 કલાકમાં 34389 નવા  કેસ નોંધાયા હતા અને 974 લોકોના મોત થયા હતા. 


Tirupati Temple: દીપિકાની પાછળ ઉભેલા આ વ્યક્તિ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, PHOTOS જોઈને દંગ રહેશો


ગુજરાતમાં નોંધપાત્ર ઘટાડો
ગુજરાતમાં પણ કોરોનાના નવા કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7135 નવા કેસ નોંધાયા છે. જ્યારે 81 લોકોએ એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવ્યા. રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક દિવસમાં 12342 દર્દીઓ રિકવર થયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube