વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ મંદિરના કપાટ ખુલ્યા, જુઓ PHOTOS

ભગવાન બદ્રીનાથ વિશાળ પણ મંગળવારથી હવે શ્રદ્ધાળુઓને દર્શન આપશે. ચાર ધામમાં સૌથી મહત્વપૂર્ણ ધામ બદ્રીનાથ ધામના કપાટ આજે પૂરી વિધિ વિધાનથી બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા.

Updated By: May 18, 2021, 07:22 AM IST
વૈદિક મંત્રોચ્ચાર સાથે બદ્રીનાથ મંદિરના કપાટ ખુલ્યા, જુઓ PHOTOS

નવી દિલ્હી: ભગવાન બદ્રીનાથ વિશાળ પણ મંગળવારથી હવે શ્રદ્ધાળુઓને દર્શન આપશે. ચાર ધામમાં સૌથી મહત્વપૂર્ણ ધામ બદ્રીનાથ ધામના કપાટ આજે પૂરી વિધિ વિધાનથી બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા. આ અવસરે મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું. 

સોમવારે પાંડુકેશ્વર સ્થિત યોગ ધ્યાન મંદિરથી રાવલ ઈશ્વર પ્રસાદ નંબૂદરીના નેતૃત્વમાં તેલ કળશ યાત્રા બદ્રીનાથ ધામ પહોંચી. આ ઉપરાંત ધર્માધિકારી ભુવન ઉનિયાલ અપર ધર્માધિકારી રાધાકૃષ્ણ થપલિયાલ સહિત ગણતરીના લોકો અને તીર્થ પુરોહિત પણ બદ્રીનાથ પહોંચ્યા. 

ચારધામ યાત્રા સ્થગિત
કોરોનાની બીજી લહેરના કારણે સરકારે ચાર ધામ યાત્રા સ્થગિત રાખી છે. ધામોના કપાટ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ ખોલવામાં આવી રહ્યા છે. જે હેઠળ બદ્રીનાથ ધામના કપાટ બ્રહ્મબેલામા 4.15 વાગે વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા. કોરોના સંક્રમણના કારણે આ અવસરે ફક્ત મુખ્ય પૂજારી, વેદપાઠીઓ ઉપરાંત દેવસ્થાનમ બોર્ડના કેટલાક કર્મચારીઓ જ હાજર રહ્યા હતા. 

આવી રહી ડોલી યાત્રા
મળતી માહિતી મુજબ સોમવાર સવારે યોગધ્યાન બદ્રી મંદિરમાં પૂજા અર્ચના બાદ ભગવાન બદ્રી વિશાળની ઉત્સવ ડોલીની સાથે શંકરાચાર્ય ગાદી તથા ગાડૂ ઘડા બદ્રીનાથ ધામ માટે રવાના કરાયા હતા. આ દરમિયાન પાંડુકેશ્વર, વિષ્ણુપ્રયાગ, લામબગડ વગેરે સ્થળો પર ઉત્સવ ડોલીની પૂજા કરવામાં આવી. હનુમાનચટ્ટી પહોંચીને વીર હનુમાનના દર્શન કરાયા, ત્યારબાદ ડોલી બદ્રીનાથ પહોંચી. 

ઉત્સવ ડોલીની સાથે ધામના મુખ્ય પૂજારી રાવલ ઈશ્વર પ્રસાદ નંબુદરી, ધર્માધિકારી ભુવન ઉનિયાલ, અપર ધર્માધિકારી રાધાકૃષ્ણ થપલિયાલ, સત્ય પ્રસાદ ચમોલા, ભિતલા બડવા જ્યોતિષ ડિમરી, અંકિત ડિમરી, હરિશ ડિમરી, મંદિર વ્યવસ્થા સાથે જોડાયેલા હક હક્કુધારી મહેતા, ભંડારી, કમદી, રેંકવાલ થોકના પ્રતિનિધિઓ બદ્રીનાથ પહોંચ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube