Corona Update: તહેવારો નજીક...કોરોનાના નવા કેસમાં ચિંતાજનક ઉછાળો, જાણો લેટેસ્ટ અપડેટ
કોરોનાના નવા કેસમાં વળી પાછો વધારો નોંધાયો છે. આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 26 હજારથી વધુ કેસ નોંધાયા છે જે ગઈ કાલ કરતા 13.6 ટકા વધારે છે. એક દિવસમાં 277 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
નવી દિલ્હી: કોરોનાના નવા કેસમાં વળી પાછો વધારો નોંધાયો છે. આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 26 હજારથી વધુ કેસ નોંધાયા છે જે ગઈ કાલ કરતા 13.6 ટકા વધારે છે. એક દિવસમાં 277 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
કોરોનાના નવા 26 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 26,727 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,37,66,707 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 2,75,224 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 28,246 લોકો રિકવર પણ થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,30,43,144 પર પહોંચી ગઈ છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.86% થયો છે.
એક દિવસમાં 277 લોકોના મૃત્યુ
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 277 લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો હવે 4,48,339 પર પહોંચી ગયો છે. દેશમાં વીકલી પોઝિટિવિટી રેટ 1.70 ટકા છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 1.76 ટકા છે જે છેલ્લા 32 દિવસથી 3 ટકા નીચે જળવાઈ રહ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube