Corona Update: કોરોનાના નવા કેસ ઘટ્યા, પણ મોતનો ગ્રાફ હજુ પણ ચિંતાજનક સ્તરે, જાણો લેટેસ્ટ અપડેટ
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસમાં છેલ્લા 3 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ કોવિડના દર્દીઓનો મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંક્રમણના નવા કેસમાં છેલ્લા 3 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ કોવિડના દર્દીઓનો મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.11 લાખ દર્દીઓ નોંધાયા છે પરંતુ મોતનો આંકડો 4000થી વધુ છે.
એક દિવસમાં કોરોનાના 3.11 લાખ નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના નવા 3,11,170 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2,46,84,077 પર પહોંચ્યો છે. જ્યારે 36,18,458 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. કોરોનાથી એક દિવસમાં 3,62,437 દર્દીઓ સાજા થયા છે અને આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,07,95,335 થઈ છે. જો કે સૌથી ચિંતાજનક કોઈ વાત છે તો તે છે મોતનો આંકડો. એક દિવસમાં કોરોનાથી 4077 દર્દીઓએ જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુઆંક 2,70,284 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 18,22,20,164 લોકોને રસી અપાઈ છે.
Corona ની સારવારમાં Plasma Therapy જરાય પ્રભાવી નથી, ICMR લઈ શકે છે મોટો નિર્ણય
દિલ્હીમાં કોરોનાના કેસ ઘટ્યા
દિલ્હીમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6430 નવા કેસ આવ્યા. જ્યારે 337 લોકોના મોત થયા. આ દરમિયાન કોરોનાને 11592 લોકોએ માત આપીને રિકવરી પણ મેળવી. દિલ્હીમાં કોરોનાથી સંક્રમણનો દર ઘટીને 11.32 ટકાથયો છે. જે 11 એપ્રિલ બાદ સૌથી ઓછો છે.
મહારાષ્ટ્રમાં ચાર લાખથી વધુ એક્ટિવ કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાને સતત લોકો માત આપી રહ્યા છે. એક દિવસમાં કોરોનાના નવા 34848 દર્દીઓ મળ્યા જ્યારે 59 હજારથી વધુ દર્દીઓ એક દિવસમાં રિકવર થયા. જો કે ચિંતાની વાત એ છે કે પ્રદેશમાં શનિવારે 24 કલાકમાં 960 દર્દીઓના કોરોનાથી મોત થયા. હાલ મહારાષ્ટ્રમાં કોરોનાના 4 લાખ 94 હજારથી વધુ એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં કેસમાં અને મોતમાં થયો ઘટાડો
ગુજરાતની વાત કરીએ તો કોરોનાના શનિવારે રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યાં મુજબ 9061 નવા કોરોના દર્દીઓ નોંધાયા. જ્યારે એક દિવસમાં 95 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા. એક જ દિવસમાં 15076 દર્દીઓ રિકવર થયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube