નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસમાં 31 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. જ્યારે 290 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં 3,92,864 દર્દીઓ સારવાર હેઠળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 31 હજાર જેટલા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 31,222 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,30,58,843 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,92,864 દર્દીઓ સારવાર હેઠળ છે. નવા કેસમાં સોમવારની સરખામણીએ મંગળવારે 19.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોમવારે 38,948 નવા કેસ નોંધાયા હતા. 


RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું- ભારતમાં રહેતા હિન્દુ-મુસલમાનના પૂર્વજ એક


રસીના 69 કરોડથી વધુ ડોઝ
દેશમાં કોરોનાને પછાડવા માટે રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં રસીના 69,90,62,776 ડોઝ અપાયા છે. જેમાં છેલ્લા 24 કલાકના 1,13,53,571 ડોઝ સામેલ છે. સંક્રમણ દરની વાત કરીએ તો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.56 ટકા છે. જે 74 દિવસથી 3 ટકાની નીચે છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 2.05 ટકા છે જે છેલ્લા 8 દિવસતી 3 ટકાની નીચે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube