RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું- ભારતમાં રહેતા હિન્દુ-મુસલમાનના પૂર્વજ એક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ અને મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે.

RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું- ભારતમાં રહેતા હિન્દુ-મુસલમાનના પૂર્વજ એક

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ અને મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનોના પૂર્વજો એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિન્દુ છે. તેમણે પુણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલીસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ દૃઢતાથી ઊભા રહેવું જોઈએ. 

હિન્દુ કોઈની સાથે દુશ્મની રાખતા નથી-ભાગવત
મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં અલ્પસંખ્યક સમુદાયે કોઈ પણ ચીજથી ડરવાની જરૂર નથી કારણ કે હિન્દુ કોઈની સાથે દુશ્મની રાખતા નથી. તેમણે કહ્યું કે હિન્દુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ બરાબર છે. આ અન્ય વિચારોનું અસન્માન નથી. આપણે મુસ્લિમ વર્ચસ્વ અંગે નહીં પણ ભારતીય વર્ચસ્વ અંગે વિચારવાનું છે. ભારતના સર્વાંગી વિકાસ માટે બધાએ મળીને કામ કરવું જોઈએ. 

મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ
મોહન ભાગવતે કહ્યું કે ઈસ્લામ આક્રાંતાઓની સાથે ભારત આવ્યો. આ ઈતિહાસ છે અને તેને તે રીતે દર્શાવવો જોઈએ. સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ અને કટ્ટરપંથીઓ તથા ચરમપંથીઓ વિરુદ્ધ દૃઢતાથી ઊભા રહેવું જોઈએ. જેટલું બને તેટલું જલદી આપણે તે કરીશું, તેનાથી સમાજને એટલું જ ઓછું નુકસાન થશે. 

અમારા માટે દરેક ભારતીય હિન્દુ છે
આરએસએસ પ્રમુખે કહ્યું કે ભારત એક મહાશક્તિ તરીકે કોઈને ડરાવશે નહીં. તેમણે રાષ્ટ્ર પ્રથમ તથા રાષ્ટ્ર સર્વોચ્ચ વિષયક ચર્ચામાં કહ્યું કે હિન્દુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજ અને સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનો સમાનાર્થી છે. આ સંદર્ભમાં અમારા માટે દરેક ભારતીય હિન્દુ છે પછી ભલે તેનો ધાર્મિક, ભાષાકીય અને નસ્લીય અભિવિન્યાસ ગમે તે હોય. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ વિવિધ વિચારોને સમાયોજિત કરે છે અને અન્ય ધર્મોનું સન્માન કરે છે. 

ભારતીય સંસ્કૃતિ બધાને સમાન સમજે છે- કેરળના રાજ્યપાલ
આ ચર્ચામાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કાશ્મીર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ચાન્સેલર લેફ્ટેનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) સૈયદ અતા હસનૈન પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે વધુ વિવિધતાથી સમૃદ્ધ સમાજનું નિર્માણ થાય છે અને ભારતીય સંસ્કૃતી બધાને સમાન સમજે છે. હસનૈને કહ્યું કે મુસ્લિમ બુદ્ધિજીવીઓએ ભારતીય મુસલમાનોને નિશાન બનાવવાની પાકિસ્તાનની કોશિશને નિષ્ફળ બનાવવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news