નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) ની સુનામી ચાલી રહી છે. રોજેરોજ 3 લાખથી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. જો કે આજે દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જે રાહતની વાત કહી શકાય. આમ છતાં કેસ 3 લાખની ઉપર નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 3.23 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. એક જ દિવસમાં 2700થી વધુ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જે આંકડા જાહેર થયા હતા તે મુજબ 24 કલાકમાં કોરોનાના નવા 3.52 લાખથી વધુ કેસ નોંધાયા હતાં. એક જ દિવસમાં 2812 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા.મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસમાં નવા 3.23 લાખથી વધુ દર્દીઓ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,23,144 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,76,36,307 પર પહોંચ્યો છે. જેમાંથી 1,45,56,209 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે દેશમાં હજુ પણ 28,82,204 દર્દીઓ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 2771 દર્દીઓનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુઆંક 1,97,894 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,52,71,186 લોકોને રસી આપવામાં આવી છે. 


Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો


 


દેશમાં Corona સંકટ વચ્ચે PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે કરી વાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube