નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે ઘટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 37 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે 724 લોકોના મોત થયા છે. તેની સામે 39 હજારથી વધુ દર્દીઓ રિકવર પણ થયા છે. 


એક દિવસમાં 37 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37,154 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 3,08,74,376 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 39,649 લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 3,00,14,713 થઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube