નવી દિલ્હી: દેશમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન ભયાનક બની રહી છે. દૈનિક કેસનો આંકડો તો વધી જ રહ્યો છે પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં જે રીતે મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.79 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં 3645 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ દિવસમાં 3.79 લાખથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ સમગ્ર દેશમાં કોરોના વાયરસના નવા  3,79,257 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,50,86,878 લોકો રિકવર થયા છે. જ્યારે 30,84,814 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં દેશમાં કોરોનાથી 3645 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃતકોની સંખ્યા 2,04,832 થઈ છે. દેશમાં એક જ દિવસમાં 2,69,507 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. રસીકરણ અભિયાન હેઠળ 15,00,20,648 લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે. 


ત્યાગની મિસાલ: Corona થી સંક્રમિત દાદાએ એક યુવક માટે છોડ્યો પોતાનો બેડ, 3 દિવસ બાદ થયું નિધન 


Corona આઉટ ઓફ કંટ્રોલ, સંક્રમણ કાબૂમાં લેવા માટે દેશના 150  જિલ્લામાં કડક લોકડાઉન લગાવવાની તૈયારી


Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube