નવી દિલ્હીઃ એક દિવસની રાહત બાદ કોરોનાના નવા કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 38,353 નવા કેસ સામે આવ્યા અને 497 લોકોના મૃત્યુ થયા છે. તો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 40013 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. દેશમાં આ સમયે એક્ટિવ કેસની સંખ્યા 3,86,351 છે, જે છેલ્લા 140 દિવસમાં સૌથી ઓછી છે. રિકવરી રેટ વધીને 97.45%  પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સંક્રમણના કુલ કેસ
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 20 લાખ 36 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 29 હજાર 197 લોકોના મોત થઈ ચુક્યા છે. સારી વાત છે કે કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 3 કરોડ 12 લાખ 20 હજાર લોકો સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 86 હજાર લોકો હજુ કોરોનાથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. 


Covaxin અને Covishield વેક્સિનના મિક્સિંગ પર અભ્યાસની DCGI એ આપી મંજૂરી  


દેશમાં અત્યાર સુધી રસીના 52 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
દેશમાં લોકોને અત્યાર સુધી કોવિડ-19 રસીકરના આશરે 52 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. સાંજે સાત કલાક સુધી જાહેર અંતરિમ રિપોર્ટ પ્રમાણે મંગળવારે રસીના 37 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 18થી 44 વર્ષ ઉંમર વર્ગના 20,47,733 લોકોને પ્રથમ ડોઝ અને 4,05,719 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube