Corona: દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 38 હજારથી વધુ કેસ નોંધાયા, 478 લોકોના થયા મૃત્યુ
શુક્રવારની સરખામણીએ દેશમાં કોરોનાથી રાહત મળી છે. શનિવારે નવા કેસ 40 હજારથી નીચે રહ્યાં છે. તો આ દરમિયાન 35743 લોકો સાજા થયા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં આજે શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,997 નવા કેસ મળ્યા છે, જે કાલની તુલનામાં આશરે 3.6 ટકા ઓછા છે. કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી, કારણ કે હજુ પણ કોરોનાના મળનારા નવા કેસ, રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 478 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લી 24 કલાકમાં કોરોના વાયરસના 38668 નવા કેસ મળ્યા છે અને આ દરમિયાન 35743 લોકો સાજા થયા છે. આ રીતે દેશમાં કોરોનાથી અત્યાર સુધી સાજા થઈ ચુકેલા લોકોની સંખ્યા 3,13,38,088 થઈ ગઈ છે. તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,87,673 છે. મહત્વનું છે કે ભારતમાં અત્યાર સુધી 53.61 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં પ્રવેશ માટે આ બેમાંથી એક નિયમનું કરવું પડશે પાલન
દેશમાં કોરોનાની સ્થિતિ:
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 38,667
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા: 35,743
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 478
અત્યાર સુધીમાં કુલ ચેપ: 3.21 કરોડ
અત્યાર સુધી કુલ સાજા: 3.13 કરોડ
અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 4.30 લાખ
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 3.81 લાખ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube