Covid-19 India Updates: કોરોનાના દૈનિક કેસમાં સતત જોવા મળી રહ્યો છે ઘટાડો, ગઈ કાલ કરતા 11 ટકા ઓછા કેસ
Covid-19 India Updates: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 44,877 દર્દીઓ નોંધાયા છે. જે ગઈ કાલે નોંધાયા હતા તેના કરતા 11 ટકા જેટલા ઓછા છે.
નવી દિલ્હી: Covid-19 India Updates : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 44 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 11 ટકા ઓછા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા 50,407 કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં 804 દર્દીઓના મોત થયા હતા. દેશમાં હાલ 5,37,045 દર્દીઓ સારવાર હેઠળ છે.
નવા 44 હજાર જેટલા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 44,877 દર્દીઓ નોંધાયા છે. જે ગઈ કાલે નોંધાયા હતા તેના કરતા 11 ટકા જેટલા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,17,591 લોકો કોરોનાથી સાજા થયા થયા છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.55 છે. એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં હાલ 5,37,045 દર્દીઓ સારવાર હેઠળ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube