નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ દૈનિક મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે અને 979 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં 50,040 નવા કેસ નોંધાયા હતા અને 1258 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા કેસ અને મૃત્યુમાં થયો ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 46,148 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 3,02,79,331 પર પહોંચી ગયો છે. જેમાંથી 5,72,994 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 979 દર્દીઓ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3,96,730 પર પહોંચી ગયો છે. 


Delta Plus Variant: ફેફસા માટે કેટલો ઘાતક છે કોરોનાનો આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ? સેન્ટ્રલ પેનલ ચીફે આપી જાણકારી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube