નવી દિલ્હી: દેશમાં રાહતના સમાચાર આવી  રહ્યા છે. કોરોનાના કેસ (Corona Virus cases)  સતત ઘટી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,791 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 75,97,064 પર પહોંચ્યો છે. જેમાંથી 7,48,538 એક્ટિવ કેસ છે. જ્યારે 67,33,329 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુનો આંકડો પણ ઘટી રહ્યો છે. એક જ દિવસમાં 587 દર્દીઓએ જીવ ગુમાવ્યાં. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,15,197 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ફરીથી લાગશે લોકડાઉન? અમિત શાહે આપ્યો આ જવાબ


ફેબ્રુઆરી 2021 સુધી ભારતની ઓછામાં ઓછી અડધી વસ્તી આવી શકે છે કોરોનાની ઝપેટમાંઃ સરકારી પેનલ


તેમણે કહ્યું કે જો કે, "દેશભરમાં આવું થઈ રહ્યું નથી. સામુદાયિક સંક્રમણ કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લાઓ સુધી સિમિત છે." કેન્દ્ર સરકારે હજુ સુધી દેશમાં કોરોના વાયસના સામુદાયિક સંક્રમણની વાતનો ઈન્કાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ સામુદાયિક સંક્રમણની કોઈ વ્યાખ્યા આપી નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube