Corona Update: કોરોનાથી થતા મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો, 24 કલાકમાં આટલા નવા કેસ, જાણો લેટેસ્ટ અપડેટ
કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરની નાગચૂડમાંથી હવે દેશ બહાર નીકળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયેલા મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરની નાગચૂડમાંથી હવે દેશ બહાર નીકળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયેલા મોતના આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક દિવસમાં કોરોનાના 62 હજાર નવા કેસ નોંધાયા છે જ્યારે 1587 લોકોના મોત થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 67,208 કેસ નોંધાયા હતા. જ્યારે 2,330 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.
એક દિવસમાં કોરોનાના 62 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 62,480 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો વધીને 2,97,62,793 થઈ ગયો છે. જેમાંથી 7,98,656 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. એક્ટિવ કેસનો આંકડો 73 દિવસ બાદ 8 લાખની અંદર ગયો છે. જે રાહતના સમાચાર છે.
એક દિવસમાં 1587 લોકોના કોરોનાથી મોત
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,587 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 3,83,490 થઈ ગયો છે. એક દિવસમાં કોરોનાથી 88,977 લોકો રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 2,85,80,647 પર પહોંચી ગઈ છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં રસીના 26,89,60,399 ડોઝ અપાયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube