નવી દિલ્હી: દેશમાં આમ તો કોરોના (Coronavirus) ની બીજી લહેર કાબૂમાં જોવા મળી રહી છે. નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ મૃત્યુમાં પાછો વધારો થયો છે. આજે બહાર પડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 70 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 3921 લોકોના કોરોનાથી મોત થયા છે. ગઈ કાલે એક દિવસમાં 80 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે 3303 લોકોના મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃત્યુઆંકમાં પાછો વધારો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 70,421 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 2,95,10,410 પર પહોંચી ગયો છે. જેમાંથી 9,73,158 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં 1,19,501 દર્દીઓ રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 2,81,62,947  થયો છે. જો કે કોરોનાથી થતા મોતનો આંકડો ફરી એકવાર વધ્યો છે જે ચિંતાજનક છે. 24 કલાકમાં 3921 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 3,74,305 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 25,48,49,301 લોકોનું રસીકરણ કરાયું છે. 


Ram Janmbhoomi Trust માં ભ્રષ્ટાચાર? ચંપત રાયે કહ્યું- જૂઠ અને રાજનીતિથી પ્રેરિત છે આરોપ


દેશમાં પ્રથમવાર આ શહેરમાં શરૂ થશે ડોર ટૂ ડોર વેક્સિનેશન ડ્રાઇવ, જાણો વિગત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube