Corona Update: 24 કલાકમાં કોરોનાના નવા 80 હજારથી વધુ કેસ, આટલા લોકોએ જીવ ગુમાવ્યા
કોરોના (Coronavirus) ની બીજી લહેર હવે કાબૂમાં જોવા મળી રહી છે. આજે તો મોતના આંકડામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 80 હજાર કેસ નોંધાયા છે.
નવી દિલ્હી: કોરોના (Coronavirus) ની બીજી લહેર હવે કાબૂમાં જોવા મળી રહી છે. આજે તો મોતના આંકડામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 80 હજાર કેસ નોંધાયા છે જ્યારે 3303 લોકોના મોત થયા છે.
એક દિવસમાં કોરોનાના 80 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 80,834 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 2,94,39,989 થયો છે. એક દિવસમાં 1,32,062 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મળી. અત્યાર સુધીમાં 2,80,43,446 દર્દીઓ રિકવર થયા છે. મોતના આંકડામાં પણ આજે ઘટાડો જોવા મળ્યો. તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3303 લોકોના કોરોનાના કારણે જીવ ગયા. કુલ મૃત્યુઆંક 3,70,384 પર પહોંચ્યો છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 25,31,95,048 લોકોનું રસીકરણ થયું છે.
Sexual Health: સેક્સ માટે આ સમય છે એકદમ ઉત્તમ, તમારા પાર્ટનરને મળશે પૂરેપૂરો સંતોષ, જિંદગી બની જશે ખુશહાલ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube