Sexual Health: સેક્સ માટે આ સમય છે એકદમ ઉત્તમ, તમારા પાર્ટનરને મળશે પૂરેપૂરો સંતોષ, જિંદગી બની જશે ખુશહાલ

1/8
image

જો તમને એવું લાગતું હોય કે તમારા પાર્ટનરને સેક્સમાં રસ નથી કે પછી તેમારી સેક્સલાઈફ ખરાબ થઈ રહી છે તો તેનું એક ખાસ કારણ હોઈ શકે છે. શું તમે જાણો છો કે તમારા સેક્સ કરવાના સમયની પણ તમારી સેક્સલાઈફ પર અસર પડે છે. હેલ્થ વિશેષજ્ઞો પાસેથી જાણીએ કે સેક્સ કરવા માટે કયો સમય સૌથી ખરાબ છે. તમારે આ સમયે શારીરિક સંબંધ બનાવતા બચવું જોઈએ.   

2/8
image

મોટાભાગના કપલ્સ રાતે સેક્સ કરવું યોગ્ય ગણે છે. પરંતુ લેવ મેકિંગનો આ સમય તમારા માટે ખરાબ પણ હોઈ શકે છે. ફ્રન્ટિયર્સ ઈન સાઈકોલોજી મેગેઝીનમાં 2018ના એક સ્ટડીમાં જાણવા મળ્યું કે પુરુષો અને મહિલાઓની યૌન ઈચ્છાઓ વધવાનો સમય અલગ અલગ હોય છે. 

3/8
image

આ સ્ટડી મુજબ મહિલાઓમાં સેક્સની પ્રબળ ઈચ્છા સાંજના સમયે સૌથી વધુ હોય છે. જ્યારે પુરુષો સૌથી વધુ ઉત્તેજિત સવારના સમયે હોય છે. આ સ્ટડી મુજબ મોટાભાગના કપલ્સ રાતે 9 વાગ્યાથી લઈને અડધી રાત દરમિયાન સંબંધ બનાવતા હોય છે. જો કે રિસર્ચર્સનું કહેવું છે કે આ માટે કોઈ એક સમય હોવો જોઈએ નહીં.   

4/8
image

સ્ટડીથી જાણવા મળે છે કે જે કપલ્સ પોતાના રૂટીનને ધ્યાનમાં રાખીને સંબંધ બનાવે છે તે તેઓ સંબંધથી વધુ સંતુષ્ટ રહે છે. The Power of When પુસ્તકના લેખક માઈકલ બ્રૂસે ધ હેલ્ધી વેબસાઈટને જણાવ્યું કે બેડટાઈમના સમયે સેક્સ કરવું ખરાબ નથી, પણ વસ્તુ એ છે કે આ સમય સુધીમાં તમે સંપૂર્ણ રીતે થાકી જાઓ છો. આ સમયે તમારા શરીરને ફક્ત ઊંઘ જોઈતી હોય છે અને સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે શરીરમાં બિલકુલ એનર્જી વધતી નથી.   

5/8
image

અમેરિકાના રિલેશનશીપ એન્ડ સેક્સ થેરેપિસ્ટ લિસા થોમસ કહે છે કે દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા અલગ અલગ હોય છે. રાતના સમયે સેક્સ કોઈના માટે ખુબ થકાવી દેનારું હોય છે. જ્યારે મોટા ભાગના લોકો માટે આ સમયે સેક્સ તણાવ દૂર કરવા માટે અને શરીરને આરામ આપવાનું કામ કરે છે. કેટલાક લોકોને સેક્સ બાદ ખુબ સારી ઊંઘ આવે છે. 

6/8
image

ડોક્ટર બ્રુસ અને થોમસ બંનેનું માનવું છે કે કામ ખતમ કર્યા બાદ રાતે સાથે સૂઈ જવાથી ફિઝિકલ રિલેશન ખુબ સારો રહે છે. જ્યારે તમે રાતે સૂઈ જાઓ છો ત્યારે તમારું બોડી હોર્મોન્સ બનાવવાનું કામ કરે છે જેથી કરીને જ્યારે તમે પૂરેપૂરી એનર્જી સાથે ઉઠો છો ત્યારે શારીરિક સંતુષ્ટ મળવાની સંભાવના વધુ હોય છે. ડોક્ટર બ્રુસ  કહે છે કે સવારના સમયે સેક્સ કરવું સૌથી સારો સમય હોય છે. 

7/8
image

આ બાજુ ડોક્ટર થામસ કહે છે કે અલગ અલગ શિડ્યૂલના કારણે મોર્નિક સેક્સ દરેક કપલ માટે સંભવ નથી. આથી લોકોએ પોતાના સેક્સ ટાઈમિંગ્સ અંગે રચનાત્મક થવાની જરૂર છે. તમે બપોરે પણ તમારા પાર્ટનર માટે સમય કાઢી શકો છો. 

8/8
image

ડોક્ટર થામસ કહે છે કે જો કે કપલ પોતાની સેક્સ લાઈફ સારી બનાવવા માટે પોતાની અનુકૂળતા મુજબ સમય કાઢી જ લે છે. જે કપલ્સ તણાવ દૂર કરવા માટે સેક્સ કરે છે તેમની સેક્સ લાઈફ લાંબા સમય સુધી સારી રહે છે.