નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી થનારા મોતની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક જ દિવસમાં કોરોનાથી 6148 લોકોના મોત થયા છે. જ્યારે 94,052 નવા કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતની સંખ્યાએ તોડ્યા તમામ રેકોર્ડ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Coronavirus) ના નવા 94,052 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,91,83,121 થઈ છે. એક દિવસમાં 1,51,367 દર્દીઓ કોરોનાથી રિકવર થયા. અત્યાર સુધીમાં કુલ 2,76,55,493 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ 11,67,952 દર્દીઓ સારવાર હેઠળ છે. મોતના આંકડાએ ચોંકાવી દીધા છે. એક જ દિવસમાં કોરોનાથી 6148 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3,59,676 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 23,90,58,360 લોકોનું રસીકરણ કરાયું છે. 


એક દિવસમાં 20 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે બુધવારે દેશભરમાંથી 20,04,690 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 37,21,98,253 સેમ્પલનું પરીક્ષણ થયું છે. 


YUVA scheme: PM મોદીએ યુવા યોજનાની કરી જાહેરાત, મળશે 50,000 રૂપિયા stipend, આ રીતે કરી શકશો અરજી


19મી મેના રોજ થયા હતા કોરોનાથી સૌથી વધુ મોત
ભારતમાં કોવિડ19થી સૌથી વધુ મોત 19મી મેના રોજ નોંધાાયા હતા. એક દિવસમાં 4329 લોકોએ આ મહામારીથી જીવ ગુમાવ્યા હતા. જે મહામારીની શરૂઆતથી લઈને સૌથી વધુ સંખ્યા હતી. તે પહેલા 12મી મેના રોજ 4205 દર્દીઓના મોત નોંધાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube