YUVA scheme: PM મોદીએ યુવા યોજનાની કરી જાહેરાત, મળશે 50,000 રૂપિયા stipend, આ રીતે કરી શકશો અરજી

ધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે યુવાઓને પોતાના લેખન કૌશલ્યનો ઉપયોગ કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય યોજના ‘Young, Upcoming and Versatile Authors’ (YUVA) ની શરૂઆત કરી. 

YUVA scheme: PM મોદીએ યુવા યોજનાની કરી જાહેરાત, મળશે 50,000 રૂપિયા stipend, આ રીતે કરી શકશો અરજી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે યુવાઓને પોતાના લેખન કૌશલ્યનો ઉપયોગ કરવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય યોજના ‘Young, Upcoming and Versatile Authors’ (YUVA) ની શરૂઆત કરી. પીએમ મોદીએ ટ્વિટર પર યોજનાની લિંક શેર કરતા કહ્યું, 'અહીં યુવાઓ માટે પોતાના લેખન કૌશલ્યનો ઉપયોગ કરવા અને ભારતના બૌદ્ધિક પ્રવચનમાં યોગદાન આપવા માટે એક રસપ્રદ તક છે.'

આ યોજનાનો હેતુ 30 વર્ષથા નાની ઉંમરના 75 એવા આશાસ્પદ લેખકોને તાલિમ આપવાનો છે, જે તેમની સાથે ભારત અને તેની સંસ્કૃતિ તથા સાહિત્યને વૈશ્વિકસ્તરે રજુ કરી શકે. આ મેન્ટોરશીપ હેઠળ દર મહિને 50,000 રૂપિયાની સ્કોલરશીપ 6 મહિના માટે પસંદગી પામેલા લેખકને આપવામાં આવશે. પીએમ મોદીએ આ યોજનાની એક લિંક ટ્વિટર પર શેર કરતા લખ્યું કે 'અહીં યુવાઓ માટે પોતાના લેખન કૌશલ્યનો ઉપયોગ કરવા અને ભારતના બૌદ્ધિક પ્રવચનમાં યોગદાન આપવા માટે એક રસપ્રદ તક છે.' વધુ માહિતી માટે https://innovateindia.mygov.in/yuva/ પર ક્લિક કરો. 

— Narendra Modi (@narendramodi) June 8, 2021

જાણો કઈ રીતે થશે સિલેક્શન
- MyGov પર એક અખિલ ભારતીય પ્રતિયોગિતાના માધ્યમથી કુલ 75 લેખકોની પસંદગી કરવામાં આવશે. 
- આ પસંદગી NBT દ્વારા રચાયેલી એક સમિતિ દ્વારા કરવામાં આવશે. 
- સ્પર્ધા 4 જૂનથી 31 જૂલાઈ 2021 સુધી ચાલશે. 
- મેન્ટરશિપ સ્કિમ હેઠળ ભાગ લેનારા યુવા લેખકે મૂલ્યાંકન માટે 5000 શબ્દોમાં મેન્યુસ્ક્રિપ્ટ (પુસ્તક સ્વરૂપ આપવા) સબમિટ કરવાની રહેશે. 
- પસંદગી પામેલા યુવા લેખકોના નામ 15મી ઓગસ્ટ 2021 સ્વતંત્રતા દિવસે જાહેર કરવામાં આવશે. 
- મેન્ટરશીપના આધાર પર પસંદગી પામેલા લેખક નામાંકિત મેન્ટર્સના માર્ગદર્શન હેઠળ ફાઈનલ સિલેક્શન માટે મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર કરશે. 
- વિજેતાઓની કૃતિઓ પ્રકાશન માટે 15મી ડિસેમ્બર 2021 સુધીમાં તૈયાર થઈ જશે.
- પ્રકાશિત પુસ્તકોનું વિમોચન 12 જાન્યુઆરી 2022ના રોજ યુવા દિવસ એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ પર થઈ શકે છે. 

National Book Trust (NBT) પસંદગી પામેલા ઉમેદવારો માટે બે અઠવાડિયા સુધી લેખકોના ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરશે. આ દરમિયાન યુવા લેખકોને એનબીટીના પેનલના બે પ્રખ્યાત લેખકો દ્વારા તાલિમ આપવામાં આવશે. બે સપ્તાહનો લેખકોનો ઓનલાઈન કાર્યક્રમ પૂરો થયા બાદ લેખકોને એનબીટી દ્વારા આયોજિત વિભિન્ન ઓનલાઈન/ ઓનસાઈટ રાષ્ટ્રીય શિબિરોમાં 2 સપ્તાહ માટે તાલિમ આપવામાં આવશે. 

યુવા લેખકોમાં વિભિન્ન આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો જેમ કે સાહિત્યિક ઉત્સવો, પુસ્તક મેળા, વર્ચ્યુઅલ મેળા, સાંસ્કૃતિક આદાન પ્રદાન કાર્યક્રમો વગેરેમાં વાતચીતના માધ્યમથી પોતાની સમજનો વિસ્તાર કરવા માટે અને પોતાના કૌશલને સુધારવાની તક મળશે. મેન્ટરશીપના અંતમાં મેન્ટરશીપ યોજના હેઠળ લેખકને 50,000 રૂપિયા પ્રતિ માસ 6 મહિના માટે સ્કોલરશીપ (consolidated scholarship) આપવામાં આવશે. મેન્ટરશીપ કાર્યક્રમના પરિણામ સ્વરૂપે એનબીટી, ભારત દ્વારા યુવા લેખકો દ્વારા લેખિત એક પુસ્તક કે પુસ્તકોની એક શ્રેણી પ્રકાશિત કરાશે. મેન્ટરશીપ પ્રોગ્રામના અંતમાં લેખકોને તેમના પુસ્તકોના સફળ પ્રકાશન પર 10 ટકા રોયલ્ટી અપાશે. પ્રકાશિત થયેલા પુસ્તકોનો ભારતની અન્ય ભાષાઓમાં અનુવાદ પણ કરાશે. જેઝી  કરીને વિભિન્ન રાજ્યો વચ્ચેની સંસ્કૃતિ અને સાહિત્યનું આદાન પ્રદાન સુનિશ્ચિત થશે તથા આ રીતે એક ભારત શ્રેષ્ઠ ભારતને પ્રોત્સાહન મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news