Corona Update: કોરોના પર મળ્યા ખુબ જ રાહતના સમાચાર, 538 દિવસમાં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા
કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે ચાલી રહેલા વિશાળ રસીકરણ અભિયાનમાં સતત મળી રહેલી સફળતા વચ્ચે વધુ એક રાહતભર્યા સમાચાર આવ્યા છે.
નવી દિલ્હી: કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે ચાલી રહેલા વિશાળ રસીકરણ અભિયાનમાં સતત મળી રહેલી સફળતા વચ્ચે વધુ એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં 538 દિવસ બાદ આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે એક દિવસમાં સૌથી ઓછા કોરોના કેસ રિપોર્ટ થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 8,488 નવા દર્દીઓ નોંધાયા છે.
538 દિવસમાં સૌથી ઓછા
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં 12,510 લોકો આ વાયરસના પ્રકોપથી સાજા થયા છે જ્યારે 249 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલ સક્રિયા કેસની સંખ્યા 1,18,443 છે. જે કુલ કેસની 0.34 ટકા છે.
આ દર માર્ચ 2020 બાદ સૌથી ઓછો છે. જયારે છેલ્લા 24 કલાકમાં મહામારીથી 249 લોકોના મોત થયા જ્યારે 12,510 લોકો ઠીક થયા. નવા કેસમાંથી 5080 જેટલા કેસ એકલા કેરળમાંથી નોંધાયા છે. જ્યાં 40 લોકોએ કોરોનાથી જીવ પણ ગુમાવ્યા છે. કેરળમાં હજુ પણ સ્થિતિ ચિંતાજનક છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube