નવી દિલ્હી: કોરોના સંક્રમણના કેસ દેશમાં ઓછા થવાનું નામ લઇ રહ્યા નથી. ગત 24 કલાકમાં દેશમાં 9983 સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે જ્યારે 206 દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા જણાવતાં આજે સવારે 9:00 વાગ્યા સુધીની સ્થિતિ છે, તે મુજબ દેશમાં 256611 સંક્રમણના અત્યાર સુધી કેસ આવી ચૂક્યા છે. જોકે આ સંખ્યા સતત વધી રહી છે 124095 લોકો અત્યાર સુધી સાજા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી ચિંતાજનક વાત એ છે કે દેશમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે ગત 24 કલાકમાં 206 દર્દીઓના મોત થયા છે અને દેશમાં કુલ મોતનો આંકડો 7135 થઇ ગયો છે. ગત થોડા દિવસોથી રિકવરી રેટ 48.35 પર આવીને અટકી ગયો છે એટલે કે સાજા થનારાઓની સંખ્યા ભલે વધી રહી હોય પરંતુ તેનાથી વધુ સંકમણની સંખ્યા વધી રહી છે રિકવરી રેટ 50 ટકથી ઉપર જઇ રહ્યો નથી. 


આઇસીએમઆરના અનુસાર ગત 24 કલાકમાં 108048 સેમ્પલ દેશભરમાં કોરોના સંક્રમણની તપાસ માટે ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં 47 લાખ 74434 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જોકે ગત 2 દિવસના મુકાબલે ઓછા થયા છે. દેશમાં સરકારી લેબની સાથે પ્રાઇવેટ લેબને પણ કોરોના સેમ્પલ તપાસ કરવાની અનુમતિ આપી છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube