ફેબ્રુઆરી 2021 સુધી ભારતની ઓછામાં ઓછી અડધી વસ્તી આવી શકે છે કોરોનાની ઝપેટમાંઃ સરકારી પેનલ
65 crore Indians may be infected by Covid-19: સરકારી પેનલના સભ્ય અને આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણિંદ્ર અગ્રવાલે ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું, અમારા ગણિતીક મોડલનું અનુમાન છે કે હાલ દેશમાં આશરે 30 ટકા વસ્તી સંક્રમિત થઈ ચુકી છે અને ફેબ્રુઆરીમાં આ આંકડો 50 ટકા સુધી પહોંચી જશે.
નવી દિલ્હીઃ ભારતમાં આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી ઓછામાં ઓછી અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. એટલે કે ત્યાં સુધી ઓછામાં ઓછા 65 કરોડ ભારતીય કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા હશે. આ અમે કહી રહ્યાં નથી અને ન કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ અનુમાન છે ભારત સરકાર તરફથી બનાવવામાં આવેલ નિષ્ણાંતોનું પેલનનું. પેલનના એક મહત્વના સભ્યએ સોમવારે આ જાણકારી આપી છે. પરંતુ પેનલનું તે પણ કહેવું છે કે આટલી મોટી વસ્તી સંક્રમિત થવાથી મહામારીની ગતિ ધીમી પડવામાં મદદ મળશે.
ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 75.5 લાખ કેસ નોંધાયા છે. આ મામલામાં ભારત માત્ર અમેરિકાથી પાછળ છે. પરંતુ દેશમાં મધ્ય સપ્ટેમ્બર બાદથી કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પાછલા એક મહિનાથી દરરોજ એવરેજ 61,390 કેસ સામે આવી રહ્યાં છે.
સરકારી પેનલના સભ્ય અને આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણિંદ્ર અગ્રવાલે ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું, અમારા ગણિતીક મોડલનું અનુમાન છે કે હાલ દેશમાં આશરે 30 ટકા વસ્તી સંક્રમિત થઈ ચુકી છે અને ફેબ્રુઆરીમાં આ આંકડો 50 ટકા સુધી પહોંચી જશે.
કમિટીનું અનુમાન છે કે સરકાર તરફથી કરાવવામાં આવેલ સીરો સર્વેમાં જે હદ સુધી સંક્રમણનું અનુમાન લગાવવામાં આવ્યું છે, હકીકતમાં સંક્રમણનું સ્તર તેનાથી વધુ હોઈ શકે છે. સીરો સર્વે પ્રમાણે સપ્ટેમ્બર સુધી ભારતની આશરે 14 ટકા વસ્તુ કોરોનાથી સંક્રમિત થઈ ચુકી હતી. પરંતુ કમિટી પ્રમાણે આ આંકડો આશરે 30 ટકા છે.
Coronavirus : વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 કરોડને પાર, 11 લાખથી વધુ મૃત્યુ
સીરો સર્વેને લઈને અગ્રવાલે કહ્યું કે તેમાં સેમ્પલિંગને લઈને કોઈ સમસ્યા હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આટલી મોટી વસ્તુમાં સર્વે કરવા માટે એકદમ આદર્શ સેમ્પલ પસંદ કરવા ખુબ મુશ્કેલ હોઈ શકે છે અને સીરો સર્વેમાં એકદમ યોગ્ય સેમ્પલ ન લઈ શકાયા હોય.
સીરો સર્વેથી અલગ વાયરલોજિસ્ટ્સ વૈજ્ઞાનિક અને બીજા નિષ્ણાંતોની આ કમિટીએ મેથેમેટિકલ મોડલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કમિટીનો રિપોર્ટ રવિવારે જાહેર કરવામાં આવ્યો હતો.
અગ્રવાલે કહ્યુ, અમે એક એવું નવું મોડલ વિકસિત કર્યું છે અનરિપોર્ટેડ કેસને પણ સાચા-સાચા ગણે છે જેથી અમે સંક્રમિત લોકોને બે શ્રેણીઓમાં વિભાજીત કરી શકીએ- રિપોર્ટેડ કેસ અને એવા કેસ જેને રિપોર્ટમાં કરવામાં આવ્યા નથી.
કમિટીએ તે પણ જણાવ્યું કે, સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક પહેરવા જેવી સાવધાનીનું પાલન ન કરવામાં આવ્યું તો સંક્રમણનું સ્તર વધુ ઉપર જઈ શકે છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી કે દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા તહેવારો વાળી સીઝનમાં કોરોના સંક્રમણ વધુ વધી શકે છે.
બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube