નવી દિલ્હી : વસ્તીગણતરીનાં આધારે સરકારનાં ટેક્નીકલ સમુહ દ્વારા કાઢવામાં આવેલા પ્રારંભિક નિષ્કર્ષ અનુસાર વર્ષ 2011ની અંતિમ વસ્તીગણતરીની તુલનાએ 2036માં ભારતની વસ્તીગણતરીમાં 26 ટકાનો વધારો થવાની શક્યતા છે અને 60 વર્ષીય લોકોની વસ્તીનું પ્રમાણ વધીને બમણું થઇ જશે. બીજી તરફ યુવા આયુષ વર્ગની સંખ્યામાં ઘટાડો થશે. હાલમાં જ એખ પ્રશ્નનાં ઉત્તરમાં રાષ્ટ્રીયવસ્તીગણતરી પંચ દ્વારા રચાયેલ ટેક્નોલોજીકલ સમુહની તપાસ પરિણામને સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80% મુદ્દાઓ પર સહમતિ થઈ, કરતારપુર કોરિડોર પર ભારત સાથે વધુ એક બેઠક કરીશું: પાકિસ્તાન


મે મહિનામાં મળેલા સમિતીનાં એક વરિષ્ઠ અધિકારીએ આઇએએનએસને કહ્યું કે, આ પ્રારંભીક તથ્યો આધારિત ફોર્મેટ છે. જ્યારે તમામ આંકડા એકત્ર કરી લેવામાં આવશે, ત્યારે બીજા ફોર્મેટ તૈયાર કરવામાં આવશે. સમિતી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. બેઠકની અધ્યક્ષતા ભારતનાં રજિસ્ટ્રાર જનરલ અને વસ્તીગણતરી આયુક્ત વિવેક જોશીની તરફ ઉદ્ધાટન રાષ્ટ્રીય સ્વાસ્થય મિશનનાં અતિરિક્ત સચિવ અને મિશન નિર્દેશક મનોજ ઝાલાનીએ કર્યું. આંકડાઓ અનુસાર 2011માં 121.1 કરોડ રહેલા ભારતની વસ્તી 26.8 ટકાનો વધારા સાથે 2035માં 153.6 કરોડ થઇ જશે. 


પંજાબ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ, નવજોત સિંહ સિદ્ધુએ સરકારમાંથી આપ્યું રાજીનામું
VIDEO: મુકુલ રોયના નિવેદનથી પ.બંગાળમાં ખળભળાટ, કર્ણાટક-ગોવા જેવા થશે હાલ?
બીજી તરફ એક અન્ય આંકડા અનુસાર 60 વર્ષીય લોકોની વસ્તીમાં 8.6થી 15.4 ટકા સુધીનો વધારો થશે. વસ્તીમાં 25-29 વર્ષનાં આયુવર્ગનાં લોકો 19.0 ટકાથી ઘટીને 15 ટકાએ પહોંચી જશે. 15 વર્ષની આયુ વર્ગનાં પ્રમાણણાં સૌથી મોટો ઘટાડો આવશે. 30.9થી 17 ટકા સુધી થશે. વસ્તીમાં 15થી 59 વર્ષનાં આયુવર્ગના પ્રમાણમાં 60.5થી 66.7 સુધીનો સામાન્ય વધારો થશે. શિશુ મૃત્યુ દર પણ 2011-15માં 43 ટકાથી ઘટીને 30 ટકા આવવાની આશા છે. બીજી તરફ શહેરી વસ્તીમાં 25 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે.