અમૃતસર : કરતારપુર કોરિડોર મુદ્દે ભારત- પાકિસ્તાન પ્રતિનિધિઓની પહેલી બેઠક ગુરૂવાર થઇ. એખ અધિકારીએ જણાવ્યું કે, ભારત પ્રતિદિન પાકિસ્તાનનાં કરતારપુર ગુરૂદ્વારા જનારા 5000 શ્રદ્ધાળુઓને વિઝા મુક્ત પ્રવેશ આપવા માંગે છે. ભારતે ભલામણ કરી કે શ્રદ્ધાળુઓને પગલપાળા ગુરૂદ્વારા સુધી પહોંચવા માટેની પરવાનગી આપવામાં આવે. કોરિડોર તમામ દિવસ ખુલ્લું રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી: આ સેક્સી અભિનેત્રીને ટીકિટ આપી 'દીદી'એ ભાજપને દોડતું કર્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે રચનાત્મક મંત્રણા
 એક અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારત અને પાકિસ્તાન અધિકારીઓની વચ્ચે રચનાત્મક મંત્રણા થઇ છે. ભારત અને પાકિસ્તાને કરતારપુર કોરિડોર ઝડપથી ચાલુ કરવાની દિશામાં કામ કરવા અંગે સંમતી વ્યક્ત કરી. 


ભારત ચીની માલ પર પ્રતિબંધ લગાવે તો ડ્રેનનું રૂંવાડુ પણ ન હલે ? દુધનું દુધ પાણીનું પાણી

ગત્ત વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે સધાઇ હતી સંમતી
ગત્ત વર્ષે નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન કરતારપુરમાં ગુરૂદ્વારા દરબાર સાહિબને ભારતનાં ગુરદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક ગુરૂદ્વારા સાથે જોડવા માટે કોરિડોર બનાવવાની સંમતી સધાઇ હતી. કરતાપપુરમાં શીખ પંથનાં સંસ્થાપક ગુરૂ નાનક દેવે પોતાનો અંતિમ સમય વિતાવ્યો હતો.


રાફેલ ડીલ: સુપ્રીમમાં એટોર્ની જનરલે કહ્યું CAG રિપોર્ટમાંથી 3 પેજ થયા છે ગાયબ

કરતારપુર સાહેબ પાકિસ્તાનનાં નરોવાલ જિલ્લામાં રાવી નદી નજીક આવેલ છે જે ડેરા બાબા નાનક ગુરૂદ્વારાથી આશરે 4 કિલોમીટર દુર છે. સુત્રોએ જણાવ્યું કે, સરકારે કરતારપુર કોરિડોર માટે 50 એકર જમીનની પસંદગી કરી છે. તેને બે તબક્કામાં વિકસાવવામાં આવશે.