ભારત ચીની માલ પર પ્રતિબંધ લગાવે તો ડ્રેનનું રૂંવાડુ પણ ન હલે ? દુધનું દુધ પાણીનું પાણી

ચીન માત્ર ભારત સાથેના વ્યાપાર પર જ અવલંબીત છે તે આપણો ભ્રમ છે ગત્ત વર્ષે તેનાં કુલ નિકાસનાં માત્ર 3 ટકા નિકાસ જ ભારતમાં

ભારત ચીની માલ પર પ્રતિબંધ લગાવે તો ડ્રેનનું રૂંવાડુ પણ ન હલે ? દુધનું દુધ પાણીનું પાણી

અમદાવાદ : ચીન ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પુલવામા હુમલાના ગુનેગાર જૈશ એ મોહમ્મદ આતંકવાદી મસુદ અઝહરનું સુરક્ષા કવચ બન્યો જેના કારણે ભારતીયોમાં ચીન વિરુદ્ધ ગુસ્સો ભડકી ઉઠ્યો છે. સોશિયલ મીડિયા પર ભારતીયો દ્વારા ચીની સામાનનો બહિષ્કાર અને સરકાર દ્વારા ચીની સામાન પર પ્રતિબંધની માંગ ઉઠી રહી છે. પરંતુ શું આ શક્ય છે અને જો પ્રતિબંધ લાગે તો તેની શું અસર થાય તે અંગેનો વિસ્તૃત અહેવાલ....

ચીને છેલ્લા 10 વર્ષોમાં મસુદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદી જાહેરાત કરવાની રાહમાં 4 વખત આડો પગ કર્યો છે. જ્યારે પણ પાડોશી દેશ ચીન સાથે તણાવની સ્થિતી પેદા થાય છે ત્યારે વારંવાર ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની અપીલ થવા લાગે છે. બીજી તરફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે ચીની વસ્તુઓ પર 300 ટકા ટેરીફ લગાવવાની ભલામણ કરી છે. જેથી તેનાં વેચાણને હતોત્સાહિત કરી શકાય. 

શું ભારત ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી શકે છે ? જો ભારત એવું કરે છે તો દેશની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે અને શું ત્યારે ચીન પર દબાણ કરવામાં ભારતને સફળતા પ્રાપ્ત થશે ? 

સૌથી પહેલા તો ભારતનાં હાથ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)થી બંધાયેલા છે. WTO કોઇ પણ દેશનાં આયાત પર મોટો પ્રતિબંધ લગાવતા અટકાવે છે. 2016માં રાજ્યસભામાં એક સવાલનાં જવાબમાં તત્કાલીન વાણીજ્ય મંત્રી નિર્મલા સીતારમણે પોતે કહ્યું હતું કે, ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનાં નિયમોનાં કારણે ચીની વસ્તુઓ પર સંપુર્ણ પ્રતિબંધ લગાવી શકે નહી. 

સીતારમણે કહ્યું હતું કે, જો આપણે કોઇ દેશની કેટલીક વસ્તુઓ પસંદ નથી કરતા તો માત્ર આ કારણથી તેની આયાત પર પ્રતિબંધ લગાવી શકાય નહી. આપણે એન્ટી ડમ્પીંગ ડ્યુટી લગાવી શકીએ છીએ પરંતુ તેના માટે પણ નિર્ધારિત પદ્ધતીથી આગળ વધવું પડતું હોય છે. ડમ્પિંગની સાબિતી પણ આપવી પડતી હોય છે. 

બીજી તરફ તે ગેરેન્ટી નથી કે ચીની સામાનના બહિષ્કારથી ચીનનાં વલણમાં પરિવર્તન આવશે. ભારત આર્થિક રીતે ચીન માટે ઘણુ ઓછુ મહત્વ ધરાવે છે કારણ કે ચીને વેપાર માટે કોઇ એક દેશ પર નિર્ભર નહી રહેતા અનેક દેશો પર નિર્ભર છે. 2017માં ચીનનાં કુલ નિકાસમાં ભારતનો હિસ્સો માત્ર 3 ટકા હતો. ચીનની અર્થવ્યવસ્થાનો આકાર પણ ભારતીય અર્થવ્યવસ્થા કરતા 5 ગણો છે. 

2017-18માં ચીન 76.2 અબજ ડોલરનાં દ્વિપક્ષીય વ્યાપાર સાથે ભારતનો સૌથી મોટો ભાગીદાર છે પરંતુ વ્યાપારીક સ્થિતી સંપુર્ણ ચીનના પક્ષમાં જાય છે. ભારત ચીનમાંથી 76 અબજ ડોલરની વસ્તુઓ આયાત કરે છે, જ્યારે ચીન માત્ર 33 અબજ ડોલરની વસ્તુઓ જ ભારતમાંથી આયાત કરે છે. 

2011-12માં ભારત ચીન વચ્ચે વ્યાપારિક નુકસા 37.2 અબજ ડોલર હતું જે ગત્ત 6-7 વર્ષોમાં વધીને 40 અબજ ડોલર કરતા પણ વધારે થઇ ચુક્યો છે. વ્યાપાર સંતુલન સાથે સાથે ભારતે તે પણ ધ્યાન આપવું પડશે કે ચીન મોટે ભાગે વેલ્યુએડિશન જેવી કે મોબાઇલ ફોન, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રીકલ્સ, મશીનરી, ઉપકરણોનો નિકાસ કરે છે. જ્યારે ભારતમાંથી કાચો માલ જેવો કે કોટન, ખનીજ, ઇંધણ વગેરે જેવી વસ્તુઓ આયાત કરે છે. 

એક માન્યતા અનુસાર ચીનની તુલનામાં ભારત વધારે મજબુત સ્થિતીમાં છે કારણ કે ભારત ચીની મોબાઇલ ફોન માટે મોટુ બજાર પુરૂ પાડે છે. આ વાત સાચી છે કે ચીન પોતાનાં મોબાઇલ ફોન્સનો સૌથી વધારે નિકાસ ભારતમાં કરે છે. 2018માં 8.9 અભજ ડોલરનાં નિકાસ થઇ। ચીનનાં 2018નાં કુલ મોબાઇલ-ટેલિફોનના નિકાસમાં ભારતનું યોગદાન માત્ર 3.7 ટકા જ છે. 

એ બાબતે કોઇ જ શંકા નથી કે ભારતીય બજારમાં ચીની કંપનીઓ માટે ઘણી મોટી તક છે પરંતુ ભારત જ ચીનનું એખ માત્ર બજાર નથી. જ્યારે તેનાથી વિપરિત ભાત ચીની કંપનીઓ પર ખુબ જ નિર્ભર છે. 2017નાં ડેટા અનુસાર ભારતનાં કુલ ટેલિફોન આયાતમાં 71.2 ટકા આયાત ચીનથી થયા. 2018નાં અંતિમ ત્રિમાસિકમાં ભારતનાં કુલ મોબાઇલ ફોનનાં વેચાણમાં 44 ટકા ચીનનો હિસ્સો હતો. આ આંકડાઓને જીકથી જોતા બંન્ને દેશની વચ્ચે આ વ્યાપારીક અસંતુલન ચીનના પક્ષમાં જ છે. 

કેટલાક એવા જ ક્ષેત્રા જ્યાં ભારત જ ચીની સામાન પર સૌથી વધારે નિર્ભર છે તેમાં ફાર્મા, ફર્ટિલાઇઝર્સ, ટ્રાંજિસ્ટર આ સામાનની આયાત ભારતમાં ઘણા મોટા પ્રમાણમાં થાય છે. આ ક્ષેત્રમાં ભારતનો લગભગ એકાધઇકાર છે. જો કે ચીનથી ભારતમાં વધારે મોંઘી વસ્તુઓની આયાત નથી થતી. એટલે કે ચીન આ સામાનોનાં બજારને ખુબ જ સરળતાથી બીજા દેશોમાં શિફ્ટ કરી શકે છે. ઉલ્ટું એવું કરવાથી ભારતીય વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. દાખલા તરીકે 2017માં ચીન ભારતનાં કુલ ટ્રાંજિસ્ટર આયાતમાં 81.9 ટકા હિસ્સેદાર હતું, જો ભારત ટ્રાંજિશ્ટર પર પ્રતિબંધ લગાવે છે તો સસ્તા ચીની ટ્રાન્ઝિસ્ટર્સને મોંઘા ટ્રાજિસ્ટર્સ સાથે રિપ્લેસ કરવા પડશે. પરિણામ એવું આવશે કે મહત્તમ ઇલેક્ટ્રોનિક ઉત્પાદન મોંઘા થઇ શકે છે. જો કે ભારતનાં પ્રતિબંધથી ચીનનાં આ બજારને થોડી એવો વધારો પણ સહન કરવો પડી શકે છે. 

ચીની વસ્તુઓના બહિષ્કાર કે પુર્ણ પ્રતિબંધ લગાવવાથી સમસ્યાનું સમાધાન થઇ શકે છે. એવી આશા કરવી કે તમારા સદાબહાર મિત્ર પાકિસ્તાનમાં અબજો ડોલર લગાવ્યા બાદ ચીન તેનાથી દુર જશે તે વિચારવું અશ્થાને છે. ચીનનાં સ્થાનીક બજારને નુકસાન ભલે થાય પરંતુ તે પોતાનાં અબજો ડોલરનો ડ્રીમ પ્રોજેક્ટ ખતરામાં નહી પડવા દે. જો ચીન પર દબાણ કરવું હોય તો ભારતે ચીનની સાથે આયાત-નિકાસમાં રહેલા અસંતુલનને ઘટાડવાના પ્રયાસો કરવા પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news