નવી દિલ્હી : ભારત અને સેશલ્સની વચ્ચે નૌસેના મથક બનાવવા મુદ્દે સોમવારે એક મહત્વપુર્ણ સંમતી સધાઇ છે. એક બીજાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને નેવલ બેસ બનાવવાનાં પ્રોજેક્ટ પર સેશલ્સ તૈયાર થઇ ગયું છે. સેશલ્સનાં રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન સધાયેલી આ સંમતી ખુબ જ મહત્વપુર્ણ છે કારણ કે થોડા દિવસો પહેલા જ સેશલ્સે ભારતની સાથે પોતાનાં અસમ્પશન આઇલેન્ડ પર નૌસૈનિક મથક બનાવવાની સમજુતીને રદ્દ કરવાની જાહેરાત કરી હતી. જો કે હવે તેની ચિંતાઓ દુર કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેશલ્સનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે એક બીજાનાં અધિકારોની માન્યતાનાં આધાર પર અસમ્પશન આઇલેન્ડ પ્રોજેક્ટ પર સંયુક્ત રીતે કામ કરવા માટે સંમત થયા છે. સેશલ્સનાં રાષ્ટ્રપતિ ડેની ફોરેએ કહ્યું કે, અસમ્પ્શન આઇલેન્ડ પ્રોજેક્ટ અંગે ચર્ચા થઇ. અને અમે બીજાનાં હિતોને ધ્યાનમાં રાખીને સાથે મળીને કામ કરીશું.

તેના થોડા દિવસો અગાઉ એક પ્રેસ કોન્ફરન્સાં રાષ્ટ્રપતિ ડેની ફોરેએ કહ્યું હતું કે જ્યારે તેઓ ભારત આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અસમ્પ્શન આઇલેન્ડ પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા નહી કરે. સેશલ્સનું આ પગલું ભારત માટે કૂટનીતિક પ્રયાસો માટે મોટી અસફળતા તરીકે જોવાઇ રહ્યું હતું. જો કે હવે બંન્ને દેશોની વચ્ચે સંમતી સધાઇ ચુકી છે અને ભારત માટે સામરિક રીતે આ ખુબ જ સારા સમાચાર છે. 

હિંદ મહાસાગરમાં ભારતને થશે સામારિક ફાયદો
અત્રે ઉલ્લેખનીય છે કે આ નેવલ બેઝ ભારત માટે ખુબ જ મહત્વપુર્ણ છે. હિંદ મહાસાગરમાં આ પ્રોજેક્ટથી ભારતને સામારિક ફાયદો થશે. મોદીએ કહ્યું કે, ભારત અને સેશલ્સ પ્રમુખ સામરિક સહયોગી છે. અમે લોકશાહીનાં મુળભુત સિદ્ધાંતોનું સન્માન કરીએ છીએ અને હિંદ મહાસાગરમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. 

6 સમજુતીઓ થઇ, 10 કરોડ રૂપિયાની લોન આપશે ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેશલ્સનાં રાષ્ટ્રપતિ ડેની ફોરેની બેઠક બાદ બંન્ને દેશોએ છ સમજુતીઓ પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન ફોરેએ બહુપક્ષીય વ્યાપાર સમજુતી, સુરક્ષા અને ડિફેન્સનાં મુદ્દે વડાપ્રધાન મોદીની દુરદર્શીતાની પ્રશંસા કરી હતી. ભારતે સેશલ્સને સમુદ્રી સુરક્ષા ક્ષમતા વધારવા માટે 10 કરોડ ડોલરની જાહેરાત કરી.

પહેલા કહ્યું હતું પોતાના નાણાથી જ નિર્માણ કરશે. 
ગત્ત દિવસોમાં સેશલ્સ દ્વારા સૈન્ય મથક બનાવવાની સમજુતી તોડવાનાં નિર્ણયના કારણે ચીનને કાઉન્ટર કરવા માટેની ભારતની રણનીતિને મોટો ઝટકો લાગ્યો હતો. સેશલ્સનાં રાષ્ટ્રપતિએ જાહેરાત કરી હતી કે આ યોજનાનાં તમામ ઉદ્દેશ્યો રદ્દ થઇ ચુક્યા છે અને સેશલ્સ આવતા વર્ષે પોતાનાં ખર્ચે જ સૈન્ય મથકનું નિર્માણ કરશે. આવતા વર્ષનાં બજેટમાં અસમ્પ્શન આઇલેન્ડ પર કોસ્ટગાર્ડ ફેસેલિટીનાં નિર્માણ માટે પોતાના ફંડના આધારે નિર્માણ કરીશું. આ વિસ્તારમાં આપણું સૈન્ય મથક ખુબ જ જરૂરી છે.