• તે પોતાને સાક્ષાત નાગિન ગણાવે છે...

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    તેને સાપની સાથે રહેવાનો શોખ છે...

  • તે નાગિનની જેમ રહેવા માગે છે.... 

  • નાગિનની જેમ જીભ કાઢે છે આ મહિલા...

  • તે ક્યારેક સાપની જેમ આળોટે છે તો ક્યારેક ગુફામાં સૂઈ જાય છે...

  • તે સાપની જેમ ફૂંક મારે છે તો આજુબાજુના લોકો ડરી જાય છે... 


ઝી બ્યૂરો, અમદાવાદઃ તે ક્યારેક જોર-જોરથી રડે છે... અને નાગરાજને દર્શન આપવાની વિનંતી કરે છે...નાગરાજ તેની બાજુમાંથી પસાર થઈ રહ્યા છે... પરંતુ તે બેખૌફ છે... તેને કોઈ ડર લાગતો નથી... તે ચોધાર આંસુએ રડે છે... નાગરાજને દર્શન માટે પોકાર કરે છે... જે ગુફામાં આ યુવતી નાગિનના અવતારમાં જોવા મળી તે ભગવાન શિવનું મંદિર છે... ત્યાં રોજ પૂજારી સેવા-પૂજા કરવા પણ જાય છે... અચાનક અહીંયા પૂજા કરનારા લોકો આ મહિલાની હરકત જોઈને આશ્વર્યમાં પડી ગયા... 


નાગિન બનેલી નીલમની ચર્ચા વિસ્તારમાં દૂર-દૂર સુધી થવા લાગી... જેટલી જીભ તેટલી કહાનીઓ... જેટલાં લોકો તેટલી વાતો... પરંતુ નાગિન બનેલી નીલમ નાગરાજને જ પોતાના મનની વાત કહેવા લાગે છે... 


'ઈચ્છાધારી' નાગિન!
તેને સાપની સાથે રહેવું પસંદ છે!
તેના સપનામાં આવે છે નાગરાજ!
નાગરાજની શોધમાં કેમ ભટકી રહી છે?
ક્યાંક તે 'ઈચ્છાધારી' નાગિન તો નથી?
ઝારખંડની રહેવાસી છે નાગિન નીલમ


ટ્રાન્સ - તમે મારા સપનામાં આવો છે. પરંતુ સમાજની સામે કેમ આવતા નથી મને બતાવો. જ્યારે સમાજ મને પૂછે છે હું શું જણાવું. તે દિવસે ઘરે પણ દેખાયા હતા. જ્યારે સમાજના લોકો મારી પાસે માગે છે, બધું કહે છે  ત્યારે તમે કેમ આવતા નથી. તમે રૂપ ના બદલશો. પરંતુ સામે આવો ત્યારે હું જાણીશ.))


આશ્વર્યની વાત એ છે કે નીલમને સાપનો ડર લાગતો નથી.. તે સાપની સાથે જ રહે છે.. ગામના લોકોનું માનીએ તો નીલમ 3 મહિના પહેલાં ગુમ થઈ હતી... જ્યારે મળી ત્યારે તે સાપની સાથે હતી...


તેના પછી નીલમને વાજતેગાજતે ઘરે લાવવામાં આવી... અને ઘરે આવ્યા પછી તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું... તેના પછી નીલમના દર્શન કરવા માટે ભક્તોની લાઈન લાગી ગઈ... ગામની સાથે સાથે આજુબાજુના લોકોએ તેની પૂજા કરવાનું શરૂ કરી દીધું... 


જાણકારી પ્રમાણે નીલમ ઝારખંડની રહેવાસી છે... પરંતુ તે જે ગુફામાંથી મળી તે બિહારના ગઢવા જિલ્લામાં આવેલી છે... નીલમના દર્શન કરવા અને તેના સાક્ષાત નિહાળવા માટે દૂરદૂરથી લોકો આવે છે... પરંતુ જોવામાં બીમાર લાગતી આ મહિલાની સારવાર કરાવવાની જગ્યાએ લોકોએ તેનો તમાશો બનાવી દીધો છે...