નવી દિલ્હીઃ શીખોના પવિત્ર ધર્મસ્થળોમાંથી એક પાકિસ્તાન સ્થિત નનકાના સાહિબ ગુરૂદ્વારા પર પથ્થરબાજીની ઘટના પર ભારતે આક્રમક વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવતા કહ્યું કે, તે પવિત્ર ધર્મસ્થળો અને શીખો પર હુમલાના જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયે શુક્રવારે નિવેદન જારી કરી કહ્યું, 'શીખ સમુદાય પર હુમલો અને ગુરૂદ્વારામાં તોડફોડની ઘટનામાં દોષી લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. આ સાથે પાકિસ્તાન સરકારને પવિત્ર નનકાના સાહિબ ગુરૂદ્વારાની પવિત્રતાને સુરક્ષિત તથા સંરક્ષિત રાખવા માટે દરેક ઉપાય કરવા જોઈએ.'


મહત્વનું છે કે આજે બપોરથી ટોળાએ ગુરૂદ્વારાને ઘેરી લીધું છે. ઘટના બાદ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ હજુ તણાવપૂર્ણ છે. આ ઘટના સંબંધિત એક વીડિઓ વાયરલ થયો છે, જેમાં એક કટ્ટરપંથી ત્યાંના શીખોને નનકાના સાહિબથી ભગાડવાની ધમકી આપી રહ્યો છે. 


પાકિસ્તાનમાં ટોળાએ નનકાના સાહિબ ગુરૂદ્વારા પર કર્યો પથ્થરમારો, શીખોને ભગાડવાની આપી ધમકી 


આ ઘટના સાથે જોડાયેલો વીડિઓ સામે આવ્યા બાદ ભારતમાં શીખ સમુદાયે શનિવારે દિલ્હીમાં પાકિસ્તાન એમ્બેસીની બહાર પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પાક સરકાર પાસે શીખોની સુરક્ષા નક્કી કરવાની માગ કરી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો દેશના અન્ય સમાચાર