સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાન પર નિશાન- વિદેશમંત્રી બોલ્યા- સરહદ પાર આતંકવાદ મુખ્ય વૈશ્વિક પડકાર
વિદેશમંત્રીએ કહ્યું કે, નેબરહુડ ફર્સ્ટ નીતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા યથાવત છે અને તેઓ એક કનેક્ટેડ, એકીકૃત, સુરક્ષિત અને સમૃદ્ધ દક્ષિણ એશિયાને થતું જોવા ઈચ્છે છે.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે સાર્ક (SAARC) વિદેશમંત્રીઓને અનૌપચારિક બેઠકમાં પરોક્ષ રૂપથી પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ કે, સરહદ પર આતંકવાદ, સંપર્કને અવરોધ કરવો અને વેપારમાં વિધ્ન પાડવું ત્રણ મુખ્ય પડકારો છે જેને દૂર કરવા માટે સાર્ક દેશોએ આકરા પગલા ભરવા પડશે. અમે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સ્થાયી શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને ત્યારે જોઈ શકીશું જ્યારે આવા પડકારો સમાપ્ત થઈ જશે.
વિદેશમંત્રીએ કહ્યું કે, નેબરહુડ ફર્સ્ટ નીતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા યથાવત છે અને તેઓ એક કનેક્ટેડ, એકીકૃત, સુરક્ષિત અને સમૃદ્ધ દક્ષિણ એશિયાને થતું જોવા ઈચ્છે છે. જયશંકરે જણાવ્યુ કે, ભારત પોતાના સાર્ક પાડોસીઓની મદદ પર ભાર આપી રહ્યું છે. ભારતે માલદીપને 150 મિલિયન અમેરિકી ડોલર, ભૂતાનને 200 મિલિયન અમેરિકી ડોલર અને શ્રીલંકાને 400 મિલિયન ડોલરની આર્થિક સહાયતા આપી છે.
પાછલા દિવસોમાં સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે હિન્દ મહાસાગરના મધ્ય સ્થિત પોતાના નાના મિત્ર દેશ માલદીવને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે 25 કરોડ ડોલર (1840 કરોડ રૂપિયા)ની આર્થિક સહાયતા આપી છે. જણાવવામાં આવ્યું કે, મુખ્ય રૂપથી પર્યટન પર આધારિત આ દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ આર્થિક મદદ પર ત્યાંના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.
બિહારના પૂર્વ DGPનો 'રોબિનહુડ' વીડિયો વાયરલ, ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશને કરી કાર્યવાહીની માગ
હકીકતમાં માલદીપ પણ ચીનની દેવા નીતિના કુંડાળામાં ફસાય ગયું છે. ચીને માલદીપને પોતાની લોનની વાપસી માટે એક કરોડ ડોલર (74 કરોડ રૂપિયા)નો હપ્તો આપવા માટે નોટિસ આપી છે. હવે જ્યારે ભારતે માલદીપને આર્થિક મદદ કરી છે તો તે તેનાથી ચીનનો હપ્તો ચુકવી શકશે. માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, જ્યારે કોઈ મિત્રની જરૂર પડી તો ભારત સૌથી પહેલા પહોંચ્યું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube