ભારતને મળી વધુ એક સફળતા, BrahMos મિસાઈલના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ
ભારતે આજે લેન્ડ એટેક વર્ઝન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં સફળ પરીક્ષણ કર્યું.
આંદામાન અને નિકોબાર: ભારતે આજે લેન્ડ એટેક વર્ઝન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં સફળ પરીક્ષણ કર્યું.
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને આજે સવારે 10 વાગે એક દ્વીપને ટાર્ગેટ કરીને છોડવામાં આવી અને તેણે સફળતાપૂર્વક પોતાના લક્ષ્યાંકને તબાહ કરી નાખ્યો. અત્રે જણાવવાનું કે ભારત મિસાઈલથી દૂર સુધી માર કરવાની પોતાની ક્ષમતા વધારવા માટે બુધવારે અનેક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કરશે. તેમા જમીન અને સમુદ્રથી લક્ષ્યાંકોને નિશાન બનાવવામાં આવશે. આ પરીક્ષણ પશ્ચિમ બંગાળ પાસે હિન્દ મહાસાગરના વિસ્તારમાં કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે આ પરીક્ષણ ભારતીય સેના દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં DRDO દ્વારા વિક્સિત મિસાઈલ સિસ્ટમના અનેક રેજિમેન્ટ છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની મારક ક્ષમતા હવે 400 કિમી સુધી વધારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પરીક્ષણનો ટાઈમિંગ ખુબ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. હાલ ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ છે અને આવા સમયે ભારતનું આ મિસાઈલ પરીક્ષણ ચીનને કડક સંદેશ તરીકે ગણવામાં આવી રહ્યું છે.
ભારત અરુણાચલ પ્રદેશ અને લદાખમાં ચીન સાથે જોડાયેલી સરહદો પર પહેલેથી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ તૈનાત કરી ચૂક્યું છે. પહેલા તેની રેન્જ 290 કિમી હતી ત્યારબાદ 400 કિમી સુધી વધારવામાં આવી છે. એક અંદાજા મુજબ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ 450 કિમીથી વધુ અંતર પરના લક્ષ્યાંકને સટીક રીતે તબાહ કરી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube