નવી દિલ્હી : વિદેશમાં ફસાયેલા ભારતીયો માટે કેન્દ્ર સરકારે મોટુ પગલું ઉઠાવવા જઇ રહી છે. ભારતીયોને તબક્કાવાર રીતે પરત લાવવામાં આવશે. આગામી 7 મેથી ભારતીયોને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, વિદેશની પરત ફરનારા ભારતીયોને હવાઇ ભાડુ ચુકવવું પડશે. સ્વદેશ પરત લાવતા પહેલા ભારતીયોનું સ્ક્રિનિંગ થશે. ભારતીયોને આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ રાજનીતિમાં પણ અસત્ય પર ઉતરી આવી, રેલવે મુદ્દે કરેલી ગંદી રાજનીતિનો પર્દાફાશ થયો

વિદેશમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે. માત્ર યુએઇમાં જ ડોઢ લાખથી વધારે ભારતીયો ફસાયેલા છે. કેન્દ્ર સરકાર ખાડી દેશો, ઇરાન અને આસપાસનાં દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવશે. અમેરિકા અને બ્રિટનમાં ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવશે. ભારતીય દૂતાવાસો અને હાઇકમિશ્નરે પોતાને ત્યાં ફસાયેલા ભારતીયોની યાદી તૈયાર કરી લીધી છે. આ સુવિધા ચુકવણીના આધારે હશે. એટલે કે ભારતીયોએ ફ્લાઇટનું ભાડુ ચુકવવું પડશે. ફ્લાઇટમાં ચડતા પહેલા પણ યાત્રીઓનું સ્ક્રીનિંગ થશે. યાત્રા દરમિયાન તમામ યાત્રીઓને સ્વાસ્થય સંબંધિત પ્રોટોકોલ, ગૃહમંત્રાલય અને નાગરિક ઉડ્યન મંત્રાલય દ્વારા બનાવેલાનું પાલન કરવું પડશે.


અમે ક્યારે પણ શ્રમજીવીઓ પાસેથી ભાડુ વસુલવાની વાત નથી કરી: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

ભારત પરત ફરનારા તમામ યાત્રીઓએ આરોગ્ય સેતું એપ પર રજિસ્ટ્રેશ કરાવવું પડશે. અહીં આવ્યા બાદ ફરીથી સ્ક્રિનિંગ થશે. તપાસ બાદ જે રાજ્યમાં તેઓ જશે ત્યાં તેમણે 14 દિવસ માટેનો ક્વોરન્ટિંગ પીરિયડ હોસ્પિટલ અથવા પેમેન્ટ આધારિત સંસ્થામાં પુર્ણ કરવો પડશે. રાજ્ય સરકારને ટેસ્ટિંગ, ક્વોરન્ટિંની સમગ્ર વ્યવસ્થાની સલાહ અપાઇ ચુકી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube