અમે ક્યારે પણ શ્રમજીવીઓ પાસેથી ભાડુ વસુલવાની વાત નથી કરી: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

કેન્દ્ર સરકાર કોરોના વાયરસની સ્થિતી અંગે રોજ પત્રકાર પરિષદનું આયોજન કરીને માહિતી આપે છે. સોમવારે સ્વાસ્થય મંત્રાલયમાં સયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, અત્યાર સુધી 11 હજાર 706 લોકો સ્વસ્થય થઇ ચુક્યા છે. રિકવરી રેટ પણ 27.52% થઇ ચુક્યો છે. 28 એપ્રીલે તે 23.8 ટકા હતો. રાહત દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન નહી કરવામાં આવે તો ચેપ વધારે ફેલાશે અને સરકારની તમામ મહેનત પાણીમાં જશે.

Updated By: May 4, 2020, 06:10 PM IST
અમે ક્યારે પણ શ્રમજીવીઓ પાસેથી ભાડુ વસુલવાની વાત નથી કરી: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર કોરોના વાયરસની સ્થિતી અંગે રોજ પત્રકાર પરિષદનું આયોજન કરીને માહિતી આપે છે. સોમવારે સ્વાસ્થય મંત્રાલયમાં સયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, અત્યાર સુધી 11 હજાર 706 લોકો સ્વસ્થય થઇ ચુક્યા છે. રિકવરી રેટ પણ 27.52% થઇ ચુક્યો છે. 28 એપ્રીલે તે 23.8 ટકા હતો. રાહત દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન નહી કરવામાં આવે તો ચેપ વધારે ફેલાશે અને સરકારની તમામ મહેનત પાણીમાં જશે.

PoK અમારુ અભિન્ન અંગ છે ત્યાં ચૂંટણી શું પાકિસ્તાન એક ખીલ્લી પણ ન ઠોકી શકે: ભારત

અગ્રવાલના અનુસાર કંટેનમેન્ટ જોન અને તેની બહાર પણ તમામ પ્રકારની સાવધાની વરતાઇ રહી છે. જ્યાં રાહત અપાઇ છે ત્યાં ટોળા ન થાય તેનો ખ્યાલ સરકાર તો રાખી જ રહી છે પરંતુ નાગરિકોએ પોતે પણ રાખવું પડશે. લોકડાઉનાં આપણે પોતાની સામાજિક જવાબદારી સમજવી પડશે.

કોરોનાઃ કોરોના વિરુદ્ધ લડાઈમાં મળી સફળતા, છેલ્લા 24 કલાકમાં 1 હજારથી વધુ લોકો થયા સ્વસ્થ

મજુરોને દરેક શક્ય મદદ કરવામાં આવશે
અગ્રવાલના અનુસાર અમે ક્યારે પણ કોઇ મજુર પાસેથી ભાડુ વસુલવાની વાત કરી નથી. ભાડાનાં 85 ટકા કેન્દ્ર સરકાર ભોગવશે અને 15 ટકા રાજ્યોએ પોતે વહન કરવા પડશે. રેલવે અને રાજ્ય સરકાર આંતરિક વિચાર વિમર્શ કર્યા બાદ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. 

લોકડાઉનની મજાક: દારૂની દુકાનની પુજા બાદ કિલોમીટર લાંબી લાઇન, પોલીસનો લાઠીચાર્જ

અત્યાર સુધીમાં દેશમાં આંકડો 42 હજારને પાર
અગ્રવાલે જણાવ્યું કે, અત્યાર સુધી 112 જિલ્લામાં માત્ર 610 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ કેસનાં 2 ટકા છે. આ તમામ જિલ્લામાં લોકોને મોટા પ્રમાણમાં જાગૃત કરવામાં આવ્યા છે. આપણે સતત ટેસ્ટિંગ વધારી રહ્યા છે અને લોકોની ઓળખ કરી તેમને સ્વસ્થ બનાવવા માટે કામ કરી રહ્યા છે. સ્વાસ્થયઓને પીપીઇ કિટ અને અન્ય બચાવના ઉપાય કરાઇ રહ્યા છે. આપણે જડપથી દાદા-દાદી અને નાના નાની અભિયાન શરૂ કરવા માટેની યોજના બનાવી રહ્યા છીએ. જેનાથી વૃદ્ધોની સંભાળ અંગે લોકોને માહિતગાર કરી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube