નવી દિલ્હી: ભારતે આજે સવારે સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. રાજસ્થાનના પોખરણ (Pokhran) માં નાગ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (Nag anti tank guided missile) નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઈલનો ટેસ્ટ વોરહેડ પર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TRP કૌભાંડની તપાસ CBIને સોંપાયાના ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર સરકારે લીધો મોટો નિર્ણય


રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા નિર્મિત આ દેશી મિસાઈલની અંતિમ ટ્રાયલ પોખરણમાં સવારે 6.45 વાગે કરવામાં આવી. નોંધનીય છે કે નાગ મિસાઈલ સંપૂર્ણ રીતે દેશી છે અને આ પ્રકારની મિસાઈલોમાં ભારત દ્વારા નિર્મિત થર્ડ જનરેશનની છે. DRDO તરફથી સતત તેના અલગ અલગ પ્રકારના ટ્રાયલ થાય છે. 


'ગરીબોની કસ્તૂરી' ડુંગળીના સતત વધતા ભાવ કાબૂમાં કરવા માટે સરકારે ઉઠાવ્યું મોટું પગલું 


આ અગાઉ પણ નાગ મિસાઈલના અન્ય અનેક ટ્રાયલ થયા છે. વર્ષ 2017, 2018 અને 2019માં અલગ અલગ રીતે નાગ મિસાઈલોનું પરીક્ષણ થયું છે. જેમાં અચૂક નિશાન સાધવાની ક્ષમતા છે અને દુશ્મનના ટેન્કને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે. તે વજનમાં પણ ખુબ હળવી હોય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube