નવી દિલ્હીઃ ભારતે એટમી હુમલો કરવામાં સક્ષણ બૈલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રવિવારે આંધ્ર પ્રદેશના તટથી 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી K-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સબમરીન મિસાઇલને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ તૈયાર કરી છે. આ મિસાઇલને ભારતીય નૌસેનાના સ્વદેશી આઈએનએસ અરિહંત-શ્રેણીના પરમાણુ સંચાલિત સબમરીન પર તૈનાત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશાના તટ પર ચાંદીપુર રેન્જમાં આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલ જમીનથી હવામાં સટીક નિશાનને ભેદવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ હેઠળ કોઈ સૈન્ય અભિયાન હેઠળ પણ મિસાઇલ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન કે ડ્રોન પર નજર રાખતા તેને તત્કાલ નિશાન બનાવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર