Malabar Exercise: 13 વર્ષ બાદ US, જાપાન, ઓસ્ટ્રેલિયાની નૌસેના સાથે સમુદ્રમાં ભારત, ચીનની વધી બેચેની
24th Malabar Exercise: ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ચોકડીએ મંગળવારે બંગાળની ખાડીમાં માલાબાર મહા નૌસૈનિક અભ્યાસ શરૂ કરી દીધો છે. 13 વર્ષ બાદ ચારેય દેશોની નૌસેનાઓ પ્રથમવાર કોઈ મહા નૌસૈનિક અભ્યાસમાં એક સાથે ભાગ લઈ રહી છે.
નવી દિલ્હીઃ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ચોકડીએ મંગળવારે બંગાળની ખાડીમાં માલાબાર મહા નૌસૈનિક અભ્યાસ શરૂ કરી દીધો છે. 13 વર્ષ બાદ ચારેય દેશોની નૌસેનાઓ પ્રથમવાર કોઈ મહા નૌસૈનિક અભ્યાસમાં એક સાથે ભાગ લઈ રહી છે. તેને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વિસ્તારવાદી ચીન માટે મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે. બીજીતરફ ચીનને માલાબાર અભ્યાસના ઉદ્દેશ્ય વિશે શંકા છે. તેને લાગે છે કે આ વાર્ષિક અભ્યાસ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તેના પ્રભાવના નિયંત્રિત કરવાનો પ્રયાસ છે.
2 તબક્કામાં અભ્યાસ, પ્રથમ બંગાળની ખાડી તો બીજો અરબ સાગરમાં
માલાબાર અભ્યાસનો પ્રથમ તબક્કો વિશાખાપટ્ટનમની નજીક બંગાળની ખાડીમાં શરૂ થયો છે. તેનું સમાપત 6 નવેમ્બરે થશે. તેનો બીજો તબક્કો 17-20 નવેમ્બર દરમિયાન અરબ સાગરમાં થશે. ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રીએ તેને એક સુરક્ષિત, ખુલા અને સમાવેશી હિંદ-પ્રશાંત ક્ષેત્રને સમર્થન આપવાની એક મહત્વપૂર્ણ તક ગણાવી છે. આ રીતે ભારતમાં અમેરિકાના દૂતાવાતે તેને હિંદ-પ્રશાંતમાં ચારેય દેશો વચ્ચે મજબૂત રક્ષા સહયોગ પ્રત્યે પ્રતિબદ્ધતા જાહેર કરનાર ગણાવ્યો છે.
MP By-Election: મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં 66.37 % મતદાન, ધાર જિલ્લાની બદનાવર સીટ પર બન્યો રેકોર્ડ
1992મા શરૂ થયો હતો માલાબાર અભ્યાસ
માલાબાર અભ્યાસ 1992મા હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેના અને અમેરિકી નૌસેના વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસના રૂપમાં શરૂ થયો હતો. જાપાન 2015મા આ અભ્યાસમાં જોડાયું હતું. અમેરિકા ચતુષ્પક્ષીય ગઠબંધનને રણનીતિક હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા દબદબાનેનિયંત્રણમાં રાખવા માટે એક સુરક્ષિત પાયો આપવાની તરફેણ કરતું રહ્યું છે. માલાબાર નૌસૈનિક યુદ્ધાભ્યાસની આ 24મી એડિશન છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube