India vs Australia 4th Test, Day 3 Highlights: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ત્રણ દિવસ પૂરા થયા છે. ત્રીજા દિવસની રમત પૂરી થવા સુધી ભારતે 3 વિકેટે 289 રન બનાવ્યા હતા. હાલમાં ઓસ્ટ્રેલિયા પાસે 191 રનની લીડ છે. ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી ક્રિઝ પર સ્થિર થઈ ગયો છે અને આવી સ્થિતિમાં રોહિતની ટીમ પ્લાન હેઠળ જીત નોંધાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુભમન ગિલે સદી ફટકારી હતી
પરિપક્વતા બતાવતા યુવા ઓપનર શુભમન ગિલે અમદાવાદમાં સદી ફટકારી હતી. દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ગિલે ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ જાળવી રાખીને 128 રન બનાવ્યા હતા. તેણે 235 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની બીજી સદી છે. તેણે કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 74 રન અને ચેતેશ્વર પૂજારા સાથે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન રોહિતે 58 બોલમાં 3 ફોર અને 1 સિક્સરની મદદથી 35 રન બનાવ્યા હતા. તે જ સમયે, પૂજારાએ 121 બોલમાં 3 ચોગ્ગા ફટકારીને 42 રન ઉમેર્યા હતા.


આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો


વિરાટ કોહલી પણ જામી ગયો
ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ક્રિઝ પર જામી ગયો છે. ત્રીજા દિવસે સ્ટમ્પના સમયે વિરાટ 59 રન બનાવીને રમી રહ્યો હતો. તેની સાથે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ 16 રન બનાવીને ક્રિઝ પર હતો, જેણે 54 બોલમાં સિક્સ ફટકારી હતી. વિરાટે અત્યાર સુધી 128 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા છે. બોલ જૂનો હોવાથી તેના પર સ્ટ્રોક રમવાનું મુશ્કેલ બની રહ્યું હતું પરંતુ પિચ હજુ પણ બેટિંગ માટે અનુકૂળ છે. આવી સ્થિતિમાં જો વિરાટ સ્થિર રહે છે, તો તે એકલા હાથે ટીમને મોટા સ્કોર તરફ દોરી શકે છે. વિરાટ અને જાડેજા વચ્ચે 44 રનની અણનમ ભાગીદારી થઈ છે. ભારતનો પ્રયાસ મોટો સ્કોર કરીને ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ ઝડપથી સમેટી લેવાનો રહેશે.

આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો:
 Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા


રોહિત મોટી ઇનિંગ્સ રમવાનું ચૂકી ગયો
ગીલને ઓસ્ટ્રેલિયન બોલરોને રમવામાં કોઈ તકલીફ ન પડી. ગિલ વચ્ચે ધીમો પડી ગયો હતો પરંતુ ટૂંક સમયમાં તેણે તેની નેચરલ શૈલીમાં રમવાનું શરૂ કર્યું. તેણે પહેલા નાથન લિયોનને તેના માથા પરથી ચોગ્ગો માર્યો અને પછી પેડલ સ્કૂપ વડે તેની સદી પૂરી કરી. ભારતે પ્રથમ સત્રમાં સુકાની રોહિતની વિકેટ ગુમાવી હતી, જેણે બેટિંગ પિચ પર મોટો સ્કોર કરવાની સુવર્ણ તક ગુમાવી હતી. તેને લેફ્ટ આર્મ સ્પિનર ​​મેથ્યુ કુહનેમેને આઉટ કર્યો હતો. પુજારા પણ મોટી ઇનિંગ્સ રમવાની સ્થિતિમાં દેખાઈ રહ્યો હતો પરંતુ ટી-બ્રેક પહેલા ટોડ મર્ફીએ તેને એલબીડબ્લ્યુ આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને બીજી સફળતા અપાવી હતી. પૂજારા અને ગિલ બંનેએ ડીઆરએસનો આશરો લીધો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોન, મેથ્યુ કુહનેમેન અને ટોડ મર્ફીએ 1-1 વિકેટ લીધી છે.


આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો:  અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો:  Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube