નવી દિલ્હી: લદાખમાં સરહદે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ. આ ઝડપમાં ભારતીય સેનાના એક કમાન્ડિંગ ઓફિસર સહિત 3 જવાન શહીદ થયા છે. મળતી માહિતી મુજબ ગઈ કાલે રાતે લદાખની ગલવાન ઘાટીમાં ઝડપ થઈ. કહેવાય છે કે લાકડી અને ડંડા તથા પથ્થરોથી લડાઈ થઈ. જેમાં બંને તરફના સૈનિકોના મોત થયા છે. ચીનના 4 સૈનિકો માર્યા ગયા હોવાનો સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ચીનને એ અંદાજો પણ નથી કે આ નવું હિન્દુ્સ્તાન છે. તે ઘરમાં ઘૂસીને મારે છે અને ચીન વારંવાર ભારતને ઘરમાં ઘૂસીને મારવાની કોશિશ કરતું આવ્યું છે. આવામાં ચીનની આ હરકતથી યુદ્ધ જેવી સ્થિતિ પેદા થતી જોવા મળી રહી છે. તો શું તેને ચીન અને ભારત વચ્ચે વર્ષ 2020ના યુદ્ધનું બ્યુગુલ ફૂંકાયું તેવું ગણી શકાય?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગલવાન ઘાટીમાં 3 જવાન શહીદ, રક્ષામંત્રીએ તાબડતોબ યોજી બેઠક, PMને આપી જાણકારી


ગલવાન ઘાટીમાં ડીએક્સેલેશન પ્રક્રિયા દરમિયાન ગત રાતે ચીનને ફરી ગુસ્તાખી કરી નાખી. ભારતના 3 જવાન શહીદ થયાં. મળતી માહિતી મુજબ બંને પક્ષના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ આ સ્થિતિ પર કંટ્રોલ કરવા માટે ઘટનાસ્થળે બેઠક થઈ. આ ઉપરાંત સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે સૈનિક ગતિવિધિઓ વધારવાની તૈયારીઓ છે. સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેની પઠાણકોટ સૈન્ય સ્ટેશનની યોજનાબદ્ધ મુલાકાત રદ કરાઈ છે. એમ સૈનાના સૂત્રોનું કહેવું છે. 


આ બાજુ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે તો આ ઝડપ માટે ભારતીય સૈનિકોને જવાબદાર ઠેરવ્યું છે. આ કોઈ ચોંકાવનારી વાત નથી. કારણ કે ચીનના આદત છે. 


ચીનના સૈનિકો માર્યા ગયા
મળતી માહિતી મુજબ એવી પણ વાત જાણવા મળી છે કે જવાબી કાર્યવાહીમાં ચીનના સૈનિકો પણ માર્યા ગયા છે. કેટલાક ઘાયલ થયા હોવાના પણ રિપોર્ટ્સ આવે છે. આ બાજુ રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ત્રણેય સેના પ્રમુખો અને વિદેશ મંત્રી ડો.એસ જયશંકર તથા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે બેઠક કરી. પૂર્વ લદાખના હાલના ઘટનાક્રમો પર ચર્ચા કરી. 


1962વાળી ગુસ્તાખી ફરીથી
સહહદ પર ચાલબાઝ ચીનની વધુ એક કરતૂત સામે આવી છે. મળતી માહિતી મુજબ ચીને સરહદ પર તૈનાત ભારતીય સૈનિકો પર હુમલો કર્યો. જેમાં ભીરતના ત્રણ જવાન શહીદ થયાં. પરંતુ ચીનની આ કરતૂત 1962ની યાદ અપાવે છે. જ્યારે ભારતીય સેનાના જવાન સરહદ પર શાંતિપૂર્વક પોતાનુ કામ કરી રહ્યાં હતાં. પરંતુ તે સમયે ચીનની ચાલના કારણે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. 


લદાખ: ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઝડપ, ભારતીય સેનાના 3 જવાન શહીદ


અહીં કદાચ ચીનને ગેરસમજ થઈ કે તે દર વખતે ભારતીય સેનાના જવાનો પર આ જ રીતે હુમલો કરતો રહેશે અને 1962 જેવી યુદ્ધની સ્થિતિ થઈ જશે. પરંતુ ચીનને 1967નું યુદ્ધ અને તેનો અંજામ યાદ અપાવવા જરૂરી છે. કારણ કે તેની આદત દિન પ્રતિદિન બગડતી જાય છે. જે રીતે 1967માં ભારતે ચીનને તેની ઓકાત બતાવી હતી. એવી જ હાલત ફરીથી જોવા મળી રહી છે. 


ચીનને એ અંદાજો પણ નથી કે આ નવું હિન્દુ્સ્તાન છે. તે ઘરમાં ઘૂસીને મારે છે અને ચીન વારંવાર ભારતને ઘરમાં ઘૂસીને મારવાની કોશિશ કરતું આવ્યું છે. આવામાં ચીનની આ હરકતથી યુદ્ધ જેવી સ્થિતિ પેદા થતી જોવા મળી રહી છે. તો શું તેને ચીન અને ભારત વચ્ચે વર્ષ 2020ના યુદ્ધનું બ્યુગુલ ફૂંકાયું તે ગણી શકાય?


અત્રે જણાવવાનું કે ઘણા દિવસોથી વાતચીત ચાલુ હતી. જેમાં ચીનના સૈનિકો ગલવાન ઘાટીથી પાછા હટવા માટે તૈયાર થઈ રહ્યાં નહતાં. આવામાં ભારતીય સૈનિકો ગત રાતે ચીનના સૈનિકોને પાછા ધકેલી રહ્યાં હતાં. ઝડપ વધી ગઈ અને તે હિંસક બની. જેમાં ભારતના 3 જવાન શહીદ થયાં. જ્યારે 4 ચીની સૈનિકો પણ માર્યા ગયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube