Team India શું ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે? ભારત સરકાર આપ્યો આ જવાબ
ICC એ મોટો નિર્ણય લેતા પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની મેજબાની આપી છે અને ત્યારબાદ અનેક સવાલ ઊભા થયા છે.
દુબઈ: ICC એ મોટો નિર્ણય લેતા પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની મેજબાની આપી છે અને ત્યારબાદ અનેક સવાલ ઊભા થયા છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટને મિની વર્લ્ડ કપ પણ કહેવાય છે. ગત વખતે વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવીને ખિતાબ પર કબજો જમાવ્યો હતો. હવે આ ખિતાબને બચાવવા માટે ICC તરફથી પાકિસ્તાનને આ વૈશ્વિક ટુર્નામેન્ટની મેજબાની મળી ગઈ છે.
પાકિસ્તાનમાં જઈને રમશે ટીમ ઈન્ડિયા?
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન દુનિયાના ખતરનાક દેશોમાં સામેલ છે. જ્યાં આતંકી ઘટનાઓનું જોખમ સતત તોળાયેલું રહે છે. વર્ષ 2009માં શ્રીલંકા ક્રિકેટ ટીમની બસ પર આતંકી હુમલો થયા બાદ દુનિયાભરના દેશો પાકિસ્તાન જઈને ક્રિકેટ રમવાથી બચતા જોવા મળે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું BCCI ટીમ ઈન્ડિયાને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જેવા જોખમી દેશમાં ક્રિકેટ રમવા માટે મોકલશે. આ મામલે હવે ભારત સરકાર તરફથી મોટું અપડેટ આવ્યું છે.
ભારત સરકારે આપ્યો આ જવાબ
ICC દ્વારા પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાનીના અધિકાર અપાયા બાદ ખેલમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર તે સમયે પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ પર નજર રાખશે. ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તેના પર નિર્ણય સમય આવશે ત્યારે લેવાશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલી એવી ICC ટુર્નામેન્ટ છે જેની મેજબાની પાકિસ્તાનમાં 1996 ના ICC વન ડે વર્લ્ડ કપ બાદથી હવે કરવામાં આવશે. એવું પૂછવામાં આવ્યું કે શું ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે કે નહીં જેના પર ખેલમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આ મામલે ગૃહ મંત્રાલય નિર્ણય લેવામાં સામેલ થશે.
PM મોદીનું 'Sydney Dialogue' માં સંબોધન, કહ્યું- ટેક્નોલોજીથી ભારતમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર
બીસીસીઆઈએ આપ્યું આ રિએક્શન
ઠાકુરે કહ્યું કે જ્યારે આ પ્રકારના વૈશ્વિક ટુર્નામેન્ટ થાય છે ત્યારે અનેક બાબતો પર વિચાર કરાય છે. ભૂતકાળમાં પણ તમે અનેક દેશોને પાકિસ્તાન જતા અને બહાર નીકળતા જોયા હશે કારણ કે ત્યાં સ્થિતિ સામાન્ય નથી. ત્યાં સુરક્ષા મોટો પડકાર છે. જે રીતે ભૂતકાળમાં ટીમો પર હુમલા થયા છે તે એક ચિંતાનો વિષય છે. આથી જ્યારે સમય આવશે ત્યારે સરકાર પરિસ્થિતિઓને આધારે નિર્ણય લેશે. ગૃહ મંત્રાલય પણ નિર્ણય લેવામાં સામેલ રહેશે. આ બધા વચ્ચે બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે આ મામલે અત્યારે કઈ પણ કહેવું ખુબ ઉતાવળભર્યું રહેશે. હાલ ટિપ્પણી કરવી ઉતાવળભરી રહેશે. ઘટના 2025ની છે. સરકાર જે પણ કહેશે અમે તે મુજબ કરીશું.
પાકિસ્તાનમાં ટીમ ઈન્ડિયાના રમવા પર સવાલ
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન દુનિયાના ખતરનાક દેશોમાં સામેલ છે. જ્યાં આતંકી ઘટનાઓનું જોખમ સતત તોળાયેલું રહે છે. વર્ષ 2009માં શ્રીલંકા ક્રિકેટ ટીમની બસ પર આતંકી હુમલો થયા બાદ દુનિયાભરના દેશો પાકિસ્તાન જઈને ક્રિકેટ રમવાથી બચતા જોવા મળે છે. હાલમાં જ ન્યૂઝીલેન્ડની ટીમે સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં ક્રિકેટ સિરીઝ રમવાની ના પાડી હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું BCCI ટીમ ઈન્ડિયાને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જેવા જોખમી દેશમાં ક્રિકેટ રમવા માટે મોકલશે?
PM મોદીના મિત્ર નફ્તાલી બેનેટે ભારત વિશે કરી એકદમ હ્રદયસ્પર્શી વાત, સાંભળીને ગર્વ અનુભવશો
ભારતે 2005-06 બાદથી પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો નથી
અત્રે જણાવવાનું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજનીતિક તણાવના કારણે વર્ષ 2012 બાદથી કોઈ પણ બાઈલેટરલ ક્રિકેટ સિરીઝ રમાઈ નથી. ભારતે 2005-06 બાદથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. જ્યારે પાકિસ્તાને વનડે અને ટી-20 સિરીઝ માટે છેલ્લે 2012માં ભારતનો પ્રવાસ કર્યો હતો. ભારતે છેલ્લી વખત 2005-06માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ ભારતે એક પણ મેચ પોતાના પાડોશીઓના મેદાન પર રમી નથી.
ના પાડી શકે છે ટીમ ઈન્ડિયા?
સ્પષ્ટ છે કે આઈસીસી ઈવેન્ટ હોવાના કારણે ભારતીય ટીમ તેમા રમવાની ના પાડી શકે નહીં અને પરિણામે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનના પ્રવાસે આવવું પડે. હવે જોવાનું એ રહેશે કે શું બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જેવા જોખમી દેશમાં ક્રિકેટ રમવા માટે મોકલશે? સુરક્ષા જોખમના પગલે ન્યૂઝીલેન્ડની ટીમ પણ પાકિસ્તાનનો પ્રવાસ પડતો મૂકીને ઘરભેગી થઈ હતી. આવામાં 2023 અને 2025 સુધી સ્થિતિમાં કેટલો ફેરફાર થશે તે કહેવું મુશ્કેલ છે. આમ છતાં ભારત અને પાકિસ્તાનના ફેન્સ ઈન્તેજાર અને ઉત્સુકતાના ઉત્સાહને જાળવી રાખી શકે છે.
પાકિસ્તાનમાં 2023નો એશિયાકપ
ફક્ત 2023 ચેમ્પિયન્સ ટ્રોફી જ નહીં પરંતુ 2023માં પાકિસ્તાનમાં જ એશિયા કપનું આયોજન કરાશે. એકવાર ફરીથી મેજબાની પાકિસ્તાનના હાથમાં છે અને આઈસીસીની જેમ જ ભારતીય ટીમ એશિયન ક્રિકેટ કાઉન્સિલની આ ટુર્નામેન્ટમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ રમે છે. એ જ રીતે 2023માં પણ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ કરવો પડશે. હાલ ભારતીય ટીમનો કોઈ પણ સભ્ય હજુ સુધી પાકિસ્તાન ગયો નથી. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની મળ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ભારત તે ટુર્નામેન્ટમાં ભાગ કેવી રીતે લેશે. શું બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોમાં સુધારાની કોઈ સંભાવના છે ખરી? જો કે પાકિસ્તાનના પ્રવાસને લઈને ઉઠેલા સવાલ વચ્ચે સૂત્રએ કહ્યું કે પૂરેપૂરી સંભાવના છે કે તેમણે યુએઈમાં મેજબાની કરવી પડી શકે છે.
આઈસીસીની 8 મોટી ટુર્નામેન્ટ અને હોસ્ટ દેશની સૂચિ આ પ્રકારે છે
1 વેસ્ટઈન્ડિઝ અને યુએસએ- જૂન 2024 - આઈસીસી પુરુષ ટી 20 વર્લ્ડ કપ
2. પાકિસ્તાન- ફેબ્રુઆરી 2025 આઈસીસી પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફી
3. ભારત અને શ્રીલંકા- ફેબ્રુઆરી 2026- આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ
4. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા- ઓક્ટોબર/નવેમ્બર 2027- આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ
5. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ- ઓક્ટોબર 2028- આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ
6. ભારત- ઓક્ટોબર 2029- ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી
7. ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, અને સ્કોટલેન્ડ- જૂન 2030- આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ
8. ભારત અને બાંગ્લાદેશ- ઓક્ટોબર/નવેમ્બર 2031- આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube