NSA Conference on Afghanistan: અફઘાનિસ્તાન પર 10 નવેમ્બરે દિલ્હીમાં થશે NSA સ્તરની બેઠક, પાક, ચીન અને રશિયાને આમંત્રણ
Delhi Regional Security Dialogue: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની આગેવાનીમાં 10 નવેમ્બરે દિલ્હીમાં અફઘાનિસ્તાનને લઈને બેઠક યોજાશે.
નવી દિલ્હીઃ NSA Conference on Afghanistan: ભારત 10 નવેમ્બરે અફઘાનિસ્તાન પર દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સ્તરના પ્રાદેશિક સંમેલનની યજમાની કરશે. આ બેઠકની આગેવાની એનએસએ અજીત ડોભાલ કરશે. સૂત્રોએ જણાવ્યું કે, ભારતના નિમંત્રણ પર જબરદસ્ત પ્રતિક્રિયા મળી છે. મધ્ય એશિયન દેશ સાથે રશિયા અને ઈરાને ભાગીદારીની પુષ્ટિ કરી છે. સૂત્રો પ્રમાણે ચીન અને પાકિસ્તાનને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે અને ઔપચારિક પ્રતિક્રિયાની પ્રતીક્ષા છે. પરંતુ પાકિસ્તાને મીડિયા દ્વારા સંકેત આપ્યા છે કે તે તેમાં સામેલ થશે નહીં.
ભારત સરકારના સૂત્રએ કહ્યું કે, પાકિસ્તાનનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ ચોંકાવનારો નથી. તે અફઘાનિસ્તાનને પોતાના સંરક્ષકના રૂપમાં જોવાની તેની માનસિકતા દર્શાવે છે. પાકિસ્તાન પહેલા પણ આ પ્રકારની બેઠકમાં સામેલ થયું નથી. મહત્વનું છે કે સપ્ટેમ્બર 2018 અને ડિસેમ્બર 2019માં દિલ્હી રિઝનલ સિક્યોરિટી ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું. 2020માં કોરોના મહામારીને કારણે આ બેઠક યોજાઈ શકી નહોતી.
આ પણ વાંચોઃ 80 કરોડ ગરીબોને નવેમ્બર બાદ પણ મળશે ફ્રી રાશન? સરકારે જણાવ્યો પ્લાન
મહત્વનું છે કે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) મોઈદ યુસૂફે પાછલા દિવસોમાં કહ્યું હતું કે તે ભારતની યજમાનીમાં અફઘાનિસ્તાન પર યોજાનારા સંમેલન માટે ત્યાંની યાત્રા કરશે નહીં. મહત્વનું છે કે બે દાયકા સુધી ચાલેલા યુદ્ધ બાદ અમેરિકી સૈનિકોની પરત ફરવાની પ્રક્રિયા પૂરી થતાં પહેલા તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કરી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube