80 કરોડ ગરીબોને નવેમ્બર બાદ પણ મળશે ફ્રી રાશન? સરકારે જણાવ્યો પ્લાન

Pradhan Mantri Garib Kalyan Yojana: કેન્દ્ર સરકારમાં ખાદ્ય અને ઉપભોક્તા મામલાના સચિવ સુધાંશુ પાંડેએ કહ્યુ કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 30 નવેમ્બરથી આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. 

80 કરોડ ગરીબોને નવેમ્બર બાદ પણ મળશે ફ્રી રાશન? સરકારે જણાવ્યો પ્લાન

નવી દિલ્હીઃ Pradhan Mantri Garib Kalyan Yojana: દેશમાં ચાલી રહેલી ફ્રી રાશન યોજનાને કેન્દ્ર સરકાર નવેમ્બરથી આગળ વધારશે નહીં. કેન્દ્ર સરકારમાં ખાદ્ય અને ઉપભોક્તા મામલાના સચિવ સુધાંશુ પાંડેએ કહ્યુ કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને 30 નવેમ્બરથી આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. સુધાંશુ પાંડેએ કહ્યુ કે, દેશની અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે, તેથી ફ્રી રાશન આપવાની યોજનાને આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. 

શું છે પીએમ ગરીબ કલ્યાણ યોજના?
કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન જ્યારે દેશમાં લૉકડાઉન લાગૂ થયું હતું ત્યારે પ્રધાનમંત્રી મોદીએ દેશની 80 કરોડ જરૂરીયાતમંદ જનતાને ફ્રી રાશન આપવાની જાહેરાત કરી હતી. તેનો સૌથી મોટો ફાયદો તે ગરીબોને મળ્યો જે રોજગાર કે બીજી જરૂરીયાત માટે ગામ છોડીને અન્ય જગ્યાએ જાય છે. 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી દેશના આર્થિક રીતે નબળા વર્ગના નાગરિક જેમ કે રસ્તાઓ પર રહેનાર, સાફ-સફાઈકર્મી, ફેરીવાળા, રિક્ષા ચાલક, પ્રવાસી મદૂર વગેરેને પ્રાથમિકતા આપવામાં આવી. સરકાર દ્વારા પીએમ ગરીબ કલ્યાણ યોજનાનો ત્રણ મહિના માટે આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેકવાર તેમાં વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ દિવાળી સુધી આ યોજના વધારવામાં આવી હતી. પરંતુ હવે સરકારે કહ્યું કે, આ યોજનાને આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. 

કોને મળે છે આ યોજનાનો લાભ?
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવુ જરૂરી છે. રાશન કાર્ડમાં જેટલા લોકોના નામ છે, તેના હિસાબથી પાંચ-પાંચ કિલો અનાજ ઉપલબ્ધ કરાવવાનું આવતું હતું. માની લોકો રાશન કાર્ડમાં 4 લોકોના નામ છે તો બધાને 5-5 કિલો એટલે કે કુલ 20 કિલો અનાજ મળશે. આ અનાજ તમને દર મહિને મળનારા અનાજથી અલગ હશે. તમે જે સરકારી રાશન દુકાનથી તમારૂ અનાજ લો છો. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળનાર અનાજ પણ ત્યાં મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news