નવી દિલ્હી : ભારત હવે પોતાની સીમાઓની સુરક્ષાને વધારે મજબુત કરવા જઇ રહ્યા છે. હવે પાકિસ્તાન અને ચીનની સીમા પર પહાડોની અંદર દારૂગોળા દ્વારા રાખવા માટે સુરંગ બનાવવામાં આવશે. દરેક સુરંગમાં 2 લાખ કિલો દારુગોળાનો સ્ટોક હશે. આ 4 સુરંગમાં 2 વર્ષમાં બનીને તૈયાર હશે. આ સુરંગમાં સૌથી મોટી ખાસીયત એ હશે કે દરેક હુમલામાં સુરક્ષીત હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિરિરાજના બહાને મીસા ભારતીએ બેગુસરાયને પાકિસ્તાન ગણાવતા વિવાદ

NHPC અને ARMYની વચ્ચે આ સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સમજુતી અનુસાર 2 વર્ષમાં 15 કરોડના ખર્ચથી 4 સુરંગ બનાવવામાં આવશે. દરેક સુરંગમાં 200 મીટ્રિક ટન એટલે કે 2 લાખ કિલો દારૂગોળો રાખવામાં આવી શકાશે. 
પહેલા પણ આ પ્રકારની સુરંગ બનાવવાનાં પ્રયાસો થઇ ચુક્યા છે.


2019 લોકસભા ચૂંટણીમાં જપ્તીનાં તમામ રેકોર્ડ તુટ્યા, ગુજરાતમાંથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
Varanasi PM LIVE: સમગ્ર વારાણસીમાં નમો નમ:, લાખો લોકો ઉમટ્યાં
3 સુરંગ ચીન સીમા અને એક પાકિસ્તાની સીમા પર બનાવવામાં આવશે. સેનાએ પહેલા એવી સુરંગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે સફળ નહોતા થયા. હવે સેના તેના માટે NHPCની મહારતનો ઉફયોગ કરવા ઇચ્છે છે. NHPCએ પહાડોમાં અનેક પાવર પ્રોજેક્ટ બનાવવામાં સુરંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 


આપનો ચૂંટણી ઢંઢેરો,કેજરીવાલે કહ્યું ગઠબંધન નહી થવા બદલ રાહુલ જવાબદાર

એટલા માટે તૈયાર કરવામાં આવી રહી છે સુરંગ
સેનાને સૌથી વધારે ખતરો દારૂગોળાના ભંડારો પર હુમલો થાય છે. યુદ્ધનાં સમયે દુશ્મનનાં સૌથી પહેલા હુમલાનું નિશાન હોય છે. આ સુરંગમાં રખાયેલી લાખો કિલો દારૂગોળો ન તો જમીન હુમલામાં નષ્ટ કરી શકાય છે અને ન તો હવાઇ હુમલા થકી. આ પાયલોટ પ્રોજેક્ટ બાદ આ પ્રકારની અન્ય સુરંગો પણ બનાવવા માટેનું આયોજન છે.