2019 લોકસભા ચૂંટણીમાં જપ્તીનાં તમામ રેકોર્ડ તુટ્યા, ગુજરાતમાંથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

લોકસભા ચૂંટણી 2019નો સમયગાળો ચાલી રહ્યો છે અને ત્રીજા તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. એવામાં આદર્શ આચાર સંહિતાને લાગુ થવાનાં કારણે તેનાં ઉલ્લંઘનનો મુદ્દે ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરી રહ્યું છે. પંચને અત્યાર સુધી 3152 કરોડ રૂપિયાનું શંકાસ્પદ કૈશ, બિનકાયદેસર દારૂ અને ડ્રગ્સ સહિતનો સામાન જપ્ત કર્યો છે. ચૂંટણી પંચના અનુસાર 24 એપ્રીલ સુધી તેણે  આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘના મુદ્દે કાર્યવાહી કરી છે, જેમાં 742 કરોડ રૂપિયા માત્ર રોકડ સ્વરૂપે ઝડપાયા છે. આ સાથે જ પંચ દ્વારા જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં ડ્રગ્સની કિંમત સૌથી વધારે છે, જેનું મુલ્ય આશરે 1180 કરોડ રૂપિયા છે. 
2019 લોકસભા ચૂંટણીમાં જપ્તીનાં તમામ રેકોર્ડ તુટ્યા, ગુજરાતમાંથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019નો સમયગાળો ચાલી રહ્યો છે અને ત્રીજા તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. એવામાં આદર્શ આચાર સંહિતાને લાગુ થવાનાં કારણે તેનાં ઉલ્લંઘનનો મુદ્દે ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરી રહ્યું છે. પંચને અત્યાર સુધી 3152 કરોડ રૂપિયાનું શંકાસ્પદ કૈશ, બિનકાયદેસર દારૂ અને ડ્રગ્સ સહિતનો સામાન જપ્ત કર્યો છે. ચૂંટણી પંચના અનુસાર 24 એપ્રીલ સુધી તેણે  આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘના મુદ્દે કાર્યવાહી કરી છે, જેમાં 742 કરોડ રૂપિયા માત્ર રોકડ સ્વરૂપે ઝડપાયા છે. આ સાથે જ પંચ દ્વારા જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં ડ્રગ્સની કિંમત સૌથી વધારે છે, જેનું મુલ્ય આશરે 1180 કરોડ રૂપિયા છે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં યોજાયેલ લોકસભા ચૂંટણી દરમિયાન પંચની તરફથી જેટલા મુલ્યની સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી હતી તે આંકડો તેના કરતા અનેક ગણો વધારે છે. ચૂંટણી પંચની તરફથી અપાયેલી માહિતી અનુસાર 24 એપ્રીલ સુધી કરવામાં આવેલી ગુપ્ત દરોડાની કાર્યવાહી 742.28 કરોડ રૂપિયા કૈશ, 1180.79 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, 238.878 કરોડ રૂપિયાનો દારૂ, 942.953 કરોડ રૂપિયાની મોંઘી ધાતુઓ અને 47.637 કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. 

ચૂંટણી પંચના અનુસાર માત્ર ગુજરાતમાં જ 524 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. કુલ 1180.795 કરોડ રૂપિયા સાથે તે સૌથી આગળ છે. બીજી તરફ તમિલનાડુમાં સૌથી વધારે કેશ 214.95 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. કુલ જપ્તીના મુદ્દે તે દક્ષિણ ભારતીય રાજ્યમાં સૌથી આગળ છે. અહીંથી કુલ 935.74 કરોડ રૂપિયાની જપ્તી કરવામાં આવી છે. 

ECI

આ રાજ્યોમાંથી સૌથી વધારે રોકડ જપ્ત કરવામાં આવી...
તમિલનાડુમાં 214.95 કરોડ રૂપિયા
આંધ્રપ્રદેશ 137.27 કરોડ રૂપિયા
તેલંગાણા 68.82 કરોડ રૂપિયા
મહારાષ્ટ્ર 48.68 કરોડ રૂપિયા
ઉત્તરપ્રદેશ 40.45 કરોડ રૂપિયા

આ રાજ્યોમાં સૌથી વધારે દારૂ ઝડપાયો
ઉત્તરપ્રદેશ 42.49 કરોડ રૂપિયા 
કર્ણાટક 37.85 કરોડ રૂપિયા
આંધ્રપ્રદેશ 27.01 કરોડ રૂપિયા
મહારાષ્ટ્ર 27.72 કરોડ રૂપિયા
ગુજરાત 11.36 કરોડ રૂપિયા

આ રાજ્યોમાં સૌથી વધારે ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાત 524.34 કરોડ રૂપિયા
પંજાબ 179.53 કરોડ રૂપિયા
મણિપુર 31.96 કરોડ રૂપિયા
ઉત્તરપ્રદેશ 21.67 કરોડ રૂપિયા
કેરળ 21.54 કરોડ રૂપિયા

આ રાજ્યોમાં સૌથી વધારે સોના ચાંદી તથા કિંમતી ધાતુ જપ્ત થઇ
તમિલનાડુ 708.69 કરોડ રૂપિયા
ઉત્તરપ્રદેશ 71.57 કરોડ રૂપિયા
મહારાષ્ટ્ર 45.47 કરોડ રૂપિયા
આંધ્રપ્રદેશ 35.24 કરોડ રૂપિયા
પંજાબ 21.52 કરોડ રૂપિયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news