નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી ખાતે પ્રગતી મેદાનમાં શુક્રવાર પહેલા ભારત આંતરરાષ્ટ્રીય સહકારી વ્યાપાર મેળો (IICTF) 2019નું ઉદ્ધાટન કરતા  કેન્દ્રીય કૃષી અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra singh tomar) કહ્યું કે ખેડૂતોની આવગ બમણી કરવા અને દેશને 50 અબજની અર્થવ્યવસ્થા બનાવવામાં ખેડૂતો સહકારી સંગઠનોની સાથે સાથે 35 દેશોના સહકારી સંગઠનો પોતાનાં ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાબલીપુરમમાં PM મોદી-જિનપિંગની મુલાકાત, જાણો ચીન કેમ ઇચ્છે છે ભારતનો સાથ ?
તોમરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને 50 અબજની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય બનાવ્યું છે અને આ લક્ષ્યની પ્રાપ્તિ ત્યારે જ થશે જ્યારે ગામ, ગરીબ અને ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કામ કરવામાં આવશે. ભારતને 50 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય મુક્યું છે અને આ લક્ષ્યની પ્રાપ્ત થસે જ્યારે ગામ, ગરીબ અને ખેડૂતને કેન્દ્રમાં રાખીને ગ્રામીણ ક્ષેત્રની ભુમિકાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ગામ, ગરીબ અને સહકારિતાના યોગદાન વગર દેશમાં 50 અબજ ડોલરની અર્થવ્યવસ્થા નહી બની શકે. તોમરે કહ્યું કે, વડાપ્રધાન કહે છે કે ગામોની પ્રગતી થશે તો દેશની પ્રગતી થશે, કૃષી સમૃદ્ધ થશે તો દેશ સમૃદ્ધ થશે અને ખેડૂત મજબુત થશે તો દેશ મજબુત થશે.


PM મોદીએ શી જિનપિંગની ડિનર ડિપ્લોમસી, સંરક્ષણ-વેપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા
CM ફડણવીસ દુર્ઘટનાથી માંડ માંડ બચ્યા, કિચડમાં ફસાયું હેલિકોપ્ટર
દેશમાં આર્થિક સમૃદ્ધિ લાવવામાં સહકારી ક્ષેત્રની ભુમિકા અંગે પ્રકાશ પાડતા કૃષીમંત્રીએ કહ્યું કે, શિક્ષણ અને સ્વાસ્થય ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્યોની સરકારો ઉપરાંત ખાનગી તથા સહકારી સંગઠનોએ મહત્વપુર્ણ ભુમિકા નિભાવી છે, પછી પણ તેઓ આ બંન્ને ક્ષેત્રોમાં અમે તેટલું નથી કરી શક્યા જેટલું અમે કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, શિક્ષણ અને સ્વાસ્થયની તરફથી આજીવિકા અને રોજગાર અવસર પેદા કરવો જરૂરી છે, જેમાં સહકારી ક્ષેત્રની મહત્વની ભુમિકા હોઇ શકે છે અને આગામી દિવસોમાં આ ક્ષેત્ર આ મુદ્દે પાયાનો પથ્થર સાબિત થવાનો છે.


નવી મુલાકાત, નવી શરૂઆત: PM મોદી- જિનપિંગની મુલાકાતથી પાકિસ્તાન ગભરાયું
દેશનાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષી ઉત્પાદકોનાં નિકાસ જરૂરી છે, જેમાં સહકારી ક્ષેત્રની મહત્વની ભુમિકા સાબિત થશે. કૃષીમંત્રીએ કહ્યું કે, કૃષી નિકાસ નીતિ 2018માં કૃષી ઉત્પાદનોનો નિકાસ  2022 સુધી વધારીને બમણું કરવાનું લક્ષ્યાંક  નિશ્ચિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કૃષી ઉત્પાદનનાં નિકાસનું મુલ્ય હાલના સમયમાં આશરે 30 અબજ ડોલર છે, જેને વધારીને 2022 સુધીમાં 60 અબજ ડોલરથી વધારે કરવાનું છે.